અમરેલી જીલ્લામાં બનતા શરીર સબંધી ગુન્હાઓ તથા મીલ્કત સબંધી ગુન્હાઓ તથા સ્કુલ કોલેજ નજીક આવારા તત્વો દ્વારા વિધાર્થીનીઓ સાથે બનતા છેડતી તથા પજવણી વિગેરે બનાઓ બનતા અટકાવવા / ડામવા તેમજ ચોરી કરવાની ટેવવાળા હીસ્ટ્રીશીટર એમ.સી.આર વાળા ઇસમોને ચેક કરવા અમરેલી જીલ્લામાં પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.બી.વોરા ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડીવિઝનના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ કલાક ૧૦/૩૦ થી કાક ૧૮/૩૦ સુધી ફુટ પેટ્રોલીંગનું આયોજન કરવામા આવેલ જેમાં વધુમાં વધુ અધિકારી કર્મચારીઓને ફુટપેટ્રોલીંગમાં નીકળવા સુચના કરતા સાવરકુંડલા ડીવિઝન વિસ્તારના કુલ ૧૨ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેકટર -૦૩ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર -2 તથા પુરુષ પોલીસ કર્મચારી -૧૩૭ તથા મહીલા પોલીસ કર્મચારી -ર ૯ મળી કુલ ૦૯ અધીકારી તથા ૧૬૬ પોલીસ કર્મચારી દ્વારા સાવરકુંડલા ડીવિઝનના પોલીસ સ્ટેશનોમાં અલગ - અલગ શહેર તથા ગામડાઓમાં અસરકારક ફુટપેટ્રોલીંગ કરવામાં આવેલ છે . તથા અગાઉ ચોરીના ગુન્હામાં પકડાયેલ ઇસમોને ચેક કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી