શરૂઆત માં પ્રાથના, શ્લોકગાન બાદમાં શાત્રોકત શ્લોકવિધી થી માતા - પિતાનું પૂજન તેમના દીકરા -દીકરીઓ દ્વારા કરવામાં આવ્યું.સર્વેજનો તેમજ સરપંચ પ્રતિનિધિશ્રીએ આશીર્વાદ પાઠવ્યા અને શુભેચ્છા પાઠવી.બાદમાં "ભૂલો ભલે બીજું બધું મા બાપને ભુલશો નહિ" સર્વે ગાન કરી માત - પિતા ની છત્રછાયા ,સંસ્કૃતિ, આચાર વિચાર,સદવર્તન ,તેમના પ્રત્યે નો આદર ભાવ, મૂલ્યો,પોતાના સંતાનો માટે વેઠેલ સુખ - દુઃખ , કષ્ટ સર્વ નું સ્મરણ કર્યું હતું. .વર્તમાન સમયમાં આધુનિકતા અને મોબાઈલ યુગની સાથે સાથે માણસાઈ અને સંસ્કારો તેમજ જીવનજીવવાના ના મૂલ્યો ભારતની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર રહી છે તે સભ્યતાનો આદર કરે તેને ભવિષ્યમાં જાળવી વિકસતો રહે તથા તે તરફ અભિમુખ બની ચારિત્ર્ય નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના ઘડવૈયા બને તેવા હેતુઓ રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ડૉ.શૈલેષભાઈ યોગીએ કર્યું હતું.શાળાના શિક્ષકશ્રીઓમાં ગણેશભાઇ, ભાવીનીબેન, પ્રશિક્ષણાર્થી નીલમબેન અને સેવક શ્રી મનોજભાઈએ કાર્યક્ર્મ ને સફળ બનાવવા મોટી જહેમત ઉઠાવી હતી.અંતે સર્વેએ અલ્પાહાર લઈ કાર્યક્ર્મ પૂર્ણ કર્યો હતો...
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं