ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી.

ગુન્હાની વિગત :

આ કામે દસેક માસ પહેલા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ- ૧૩૩ તથા ફોરવ્હિલ તથા મોબાઇલ મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ .૧,૪૪,૫૬૫ / - સાથે મુખ્ય આરોપી પકડાયેલ જે અંગે લાઠી પો.સ્ટે . સી - પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૮ / ૨૨ ગુજરાત પ્રોહિબિશન એકટ ૬.૬૫ એ - ઇ , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબનો ગુન્હો રજી . થયેલ હોય જે કામે મજકુર આરોપી આજદિન સુધી નાસતો ફરતો હોય જેને સુરત જીલ્લાના પલસાણા મુકામેથી હસ્તગત કરેલ .

લાઠી પો.સ્ટે . સી - પાર્ટ ગુ , ર , નં .૧૧૧૯૩૦૩૪૨૨૦૨૦૮ / રર ગુજરાત પ્રોહિબિશન એકટ ક .૬૫ એ - ઇ , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબના કામે દસેક માસથી નાસતા ફરતા ઇસમને સુરત જીલ્લાના પલસાણા મુકામેથી તા .૧૦ / ૦૨ / ૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ધટતી કાર્યવાહી કરવા લાઠી પો.સ્ટે . ને સોપવા તજવીજ કરેલ .

પકડાયેલ આરોપી :

કેતન પ્રતાપભાઇ દેવડા ઉ.વ .૩૯ , ધંધો - ડ્રાઇવીંગ , રહે.મુળ - ઢસા , પોસ્ટ ઓફીસની બાજુમાં , ગાયત્રી મંદિરની બાજુમાં તા.ગઢડા જી.બોટાદ હાલ - પલસાણા જી.સુરત

 આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક , હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ કે.જી.મયા ( ગઢવી ) પો.સબ ઇન્સ . પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા ASI શ્યામકુમાર બગડા , તથા હેડ કોન્સ . જયપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ . જીજ્ઞેશભાઇ પોપટાણી , નરેશભાઇ લીંબડીયાએ રીતેના જોડાયેલ હતા .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.