દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામેથી એલપીજી ગેસના ટેન્કરમાંથી મીની ગેસનું ટેન્કર બનાવી તેમાં ગેસ રિફિલિંગ કરવાનું કોભાંડ સ્ટેટ વિજિલન્સ ટીમે ઝડપી પાડ્યું ત્રણ ટેન્કર સહિત મીની રિફિલિંગ નું ટેન્કર તેમજ ગેસના ટેન્કર ચાલકોને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા સંપર્ક કરો) દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે મ્જીઝ્રઁન્ કંપનીના પ્લાન્ટ પાસે એલપીજી ગેસ ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરી ગેસના બાટલા ભરવાનું ચાલતું હોવાની માહિતી સ્ટેટ વિજિલન્સ ટીમને મળતા ગત રાત્રિના પંચેલા ગામે વિજિલન્સ ટીમે વોચ રાખતા જેમાં એલપીજી ભરેલા ગેસના ત્રણ ટેન્કરો રોડની સાઈડમાં ઊભા રાખી જેમાં એક ટાટા એસીમાં મીની ટેન્કરમાં રિફીલિંગ ની સિસ્ટમ લગાવેલ અને તે મીની ટેન્કર મા આ એલ પી જી ગેસ ના ટેન્કરમાંથી ગેસ રીફિલીગ કરવા નુ ચાલુ હતુ તે દરમ્યાન સ્ટેટ વિજિલન્સ ટીમે છાપો મારતાં ટેન્કર નંબર એમ પી ૦૯ એચ એચ ૧૯૧૭. એમ પી ૦૪ એચ ઈ.૪૪૦૩ . એમ પી ૦૪ એચ ઈ ૪૯૬૬ તેમજ ટાટા ઈલ્ટ્રા મીની ટેન્કર નંબર એમ. પી. ૦૯ જી. જે. ૧૪૧૯ ના ટેન્કર જે એલપીજી ગેસના ટેન્કરમાંથી ગેસ રિફિલિંગ કરતા ગેસના ટેન્કર ચાલકો સહિત ગેસનું રિફિલિંગ કરતો સ્થાનિક એક ઇસમ ને પોલીસે ઝડપી પાડી ત્રણ ગેસના ટેન્કર સહિત રિફિલિંગ કરતો મીની ટેન્કરને પણ ઝડપી પાડી પીપલોદ પોલીસ મથકે લાવી પકડાયેલા તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ ગેસના ટેન્કરને પકડાયે વીસ કલાક થી વધુ સમય સુધી સ્ટેટ વિજિલન્સ પોલિસ ગુન્હો નોંધવાની કાર્ય વાહી કરી હોવાનુ પોલીસૂત્રોએ જણાવ્યુ હતું. પોલીસે આઈપીસી એક્ટર ૪૦૭, ૪૧૩, ૩૦૮, ૨૮૫, ૨૮૬, ૧૧૪ અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ કલમ ૭ મુજબનો ગુન્હો નોધીઓ કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પંચેલા ગામે એલપીજી ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌંભાંડ ગાંધીનગર સ્ટેટ વિજીલન્સ ટીમે ઝડપી પાડ્યું : ત્રણ એલપીજી ગેસના ટેન્કર સહિત મીની રિફિલિંગ ટેન્કર ઝડપાયું : રૂા. ૮૦.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2023/02/nerity_d79c960e84a26c3176459f2dce1ff288.jpg)