જુનાડીસા પાસેથી ગેરકાયદેસર રેતી વહન કરતા બેડમ્પર ઝડપાયા

    

           ડીસા (મેરૂજી પ્રજાપતિ)

જિલ્લામાં સાદી રેતી ખનીજની ચોરી કરનારા ઈસમો સામે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીશ્રી ની કચેરી દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે જેમાં તા. ૧૨/૨/૨૦૨૩ના રાત્રિના ૮:૩૦ વાગે ના સુમારે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુના ડીસા ગામ પાસે ચેકિંગની કામગીરી દરમિયાન આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર સાદી રેતી ખનીજ વહન કરતા ૨ ડમ્પર/ટ્રેઈલર માં રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરવા બદલ કે જેના નંબર : (૧) RJ 09 GD 5467 તથા (૨) RJ 23 GC 2534 ડમ્પરો ને સીઝ કરવામાં આવેલ.

આમ, 2 વાહન તેમજ ખનિજ મળી રૂ. ૭૦ લાખ નો મુદ્દામાલ કબ્જે કરેલ. જેની દંડકિય રકમની વસુલાતની અંગેની કાર્યવાહી હાથ ધરેલ.

વધુમાં ભૂસ્તરશાસ્ત્રીશ્રીએ જણાવેલ છે બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરી થતી રોકવા માટે અવારનવાર આકસ્મિક રેડ પાડવામાં આવશે.