સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ ખાતે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા રૂ.125 કરોડ ઉપરાંત ના ખર્ચે BSFની થીમ પર ટુરિઝમ બનાવવામાં આવેલ છે,જેનું થોડા સમય પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યા બાદ અહીં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવરજવર રહે છે,ત્યારે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ધર્મપત્ની સોનલબેન શાહે તેમની પુત્રી અને જમાઈ સાથે નદાબેટની મુલાકાત લીધી હતી,જ્યાં તેમણે શ્રીનડેશ્વરી માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી, બાદ BSFના GIG સહિત ઉચ્ચ અધિકારીઓ અને ટુરિઝમના મેનેજરને સાથે રાખી ઇન્ડો પાક. બોર્ડરની મુલાકાત લઈ ટુરિઝમ ને પણ નિહાળ્યું હતું.