ઉના, ગીરગઢડા, નવાબંદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીઓનું નટરાજ હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકારના આરોગ્યલક્ષી તપાસ સારવાર નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં તમામ પોલીસ કર્મચારીઓનું હોસ્પીટલના વિવિધ ડોક્ટરો દ્વારા ચકાસણી કરી સારવાર આપવામાં આવી હતી.ઉના ગીરગઢડા તાલુકાના ઉના, ગીરગઢડા, નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પોલીસની ચોવીસ કલાક કામગીરી રહેતી હોય. જેથી કામનું ભારણ વધુ હોય છે. તેને ધ્યાને રાખીને આ અંતર્ગત ઉના નટરાજ હોસ્પિટલના વિજય જોશી તેમજ પ્રિન્સ જોશીના સહકારથી ઉના ગીરગઢડા નવાબંદર પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓએ શરીરના વિવિધ પ્રકારના આરોગ્યને લગતા ફિઝીશિયન અને સર્જન ડોક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ઇસીજી, એબીએબ, એસ.સીઆરઇટી, એલઆઇપીઆઇડી, પીઆરઓ, ટીએએસ, બીએમઆઇ, આ તમામ અગત્યના રીપોર્ટ નિઃશુલ્ક તપાસ કરી સેવા આપવામાં આવી હતી.પોલીસની ફરજના ભાગરૂપે કામનું વધુ ભારણ હોય છે. તેને ધ્યાને રાખીને નટરાજ હોસ્પીટના ડોક્ટર દ્વારા આ આયોજન કર્યું તે બદલ ઉના પીઆઇ એન.કે. ગોસ્વામીએ હોસ્પિટલના સંચાલકનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કેમ્પમાં ઉના પીઆઇ એન.કે. ગોસ્વામી, નવાબંદર પીએસઆઇ એ.બી. વોરા, એએસઆઇ કે.બી. પરમાર, તાલાળા પોલીસ સ્ટેશનના એમયુએમસી તેમજ ગીરગઢડા પોલીસ સ્ટાફ સહિત 160થી વધુ પોલીસ કર્મચારીઓએ કેમ્પમાં લાભ લીધો હતો. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના 

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं