આજરોજ બાલાસિનોર નગરમાં રન ફોર યોર સેલ્ફ મેરેથોન ૨૦૨૩નુ ભવ્ય આયોજન જેસીઆઇ અને જેકે સિમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડમાં ૩૦૦ થી વધુ બાલાસિનોર નગરની સ્કુલના વિધ્યાર્થીઓ અને ૨૦૦ બાલાસિનોર તેમજ દોડવીરો જોડાયા હતા.
આ મેરેથોન દોડ ત્રણ વિભાગ માં વહેંચવામાં આવી હતી જેમાં એક ૧૮ વર્ષથી નીચે,બીજા માં ૧૮ વર્ષ થી ૪૦ વર અને ત્રીજા વિભાગ માં ૪૦થી ઉપર બાલાસિનોરના રાજપુર રોડ ખાતે થી યોજાઇ અને રાજપુર રોડ બાલાસિનોર ખાતે પૂર્ણ કરવામાં આવી.દોડવીરો દોડ પૂર્ણ કર્યા પછી ડીજેના તાલે જૂમ્યા હતા.
મેરેથોન દોડમાં વિજેતા ઓને મેડલ,ટ્રોફી,અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.આ મેરેથોન દોડ માં દોડવીરો ટી શર્ટ ટોપી અને એનર્જી ડીન્ક સોપન્સરો દ્વારા આપવામાં આવ્યા હતા.
રન ફોર યોર સેલ્ફ મેરેથોન ૨૦૨૩ ના મુખ્ય સ્પોન્સર જેકે સિમેન્ટ, સર્વોદય હોસ્પિટલ,સાગર સર્જિકલ હોસ્પિટલ,નિર્મલ ઈન્ટરનેશનલ સ્કુલ,લાયન્સ ક્લબ બાલાસિનોર,રેડક્રોસ સોસાયટી બાલાસિનોર, નગરપાલિકા બાલાસિનોર દ્વારા સ્પોન્સર કરવામાં આવી જેમાં મુખ્ય સહયોગ ક્રિષ્ણા હોસ્પિટલ,વિવા જ્વેલર્સ અને જેસીઆઇ પ્રમુખ બાલાસિનોર મુકેશ લાલવાણી અને જેસીઆઇ બાલાસિનોર ટીમ ના પ્રયાસ થી આ મેરેથોન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી.