ખંભાત શહેરમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દીકરીઓની છેડતીના બનાવો સામે આવી રહ્યા છે.જાહેર માર્ગ પર નીકળતી દીકરીઓ આવા નરાધમો તત્ત્વોને કારણે ભય અનુભવે છે.ખંભાત શહેરમાં રહેતા એક પરિવારની દીકરી પોતાના ઘર નજીક કચરો વાળતી હતી ત્યારે નાની ચુનારવાડ વિસ્તારમાં રહેતા ગૌતમ રાજેશભાઇ ચુનારા યુવતીની છેડતી કરી પરેશાન કરતો હતો.આ બાબતે યુવતીના પરિવારજનોએ ઠપકો આપતા ગૌતમ રાજેશભાઈ ચુનારા ઉપરાંત રોશન રાજુભાઇ ચુનારા, નેહાબેન રોશનભાઈ ચુનારા, મુન્નીબેન રાજુભાઇ બાબુભાઇ ચુનારાએ યુવતીના પરિવારજનો પર હુમલો કરી મોઢાના ભાગે મુક્કા મારી ઇજાઓ પહોંચાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.આ બનાવ અંગે યુવતીના પરિવારજનોની ફરિયાદને આધારે ચારેય શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(સલમાન પઠાણ-ખંભાત)