ગુજરાત પ્રવાસન વિભાગ તરફથી શરૂ કરાયેલ પ્રકલ્પ અંતર્ગત સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ દ્વારા આજે કવિ શામળ( સિંહજ) અને સર્જક રણછોડભાઈ ઉદયરામ દવે (મહુધા), કવિ રાવજી પટેલ (વલ્લવપુરા) સર્જનસ્થળીના વિકાસ માટે પ્રો. મહેન્દ્ર નાઈ અને ડૉ. રમેશ ચૌધરીએ મુલાકાત કરીને આ સ્થળોના વિકાસ માટે શું કરી શકાય એ માટે ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી અને જે તે સર્જકની પ્રતિમા, અપ્રગટ સાહિત્ય, શેરી નાટકો, સર્જક શોભાયાત્રા, રોડરસ્તાનું નામકરણ, જાહેર સ્થળો ઉપર સર્જકની સાહિત્યિક વિગતો સર્જક છબિ સાથે મૂકવા અંગે વિસ્તૃત બેઠક ચર્ચા કરવામાં આવી.