દિયોદરના કોતરવાડાથી જાડા રોડ ફરી બીસ્માર હાલતમાં,,ઠેર ઠેર ખાડાઓના કારણે રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલકો,,કોન્ટ્રાકટર દ્વારા અગાઉ થયેલ કામની ગેરરીતિઓ ખુલ્લી પડી,,દિયોદર તાલુકાના કોતરવાડા, ફાફરાળી,ગોલવી, રામપુરા,ગોળીયા વગેરે ગામોમાંથી લોકો અને ખેડૂતોની કોતરવાડાથી જાડા રોડ ઉપર વધુ અવરજવર રહે છે પરંતુ આ રોડ ખુબ જ બીસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે.જેથી નાના મોટા વાહનો તેમજ રાહદારીઓને ચાલવુ પણ મુશ્કેલ થઈ રહ્યું છે.આ રોડ બાબતે કોતરવાડા જીલ્લા પંચાયત સદસ્ય અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરસિંહભાઈ રબારીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે આ રોડ ભુતકાળમાં જ્યારે રીપેરીંગ થયો પણ વર્ષો સુધી રોડનુ કામ ના થયુ.જેથી વારંવાર લાગતા વળગતા અધિકારીઓને રજૂઆત કરી હતી.તેમ છતાં કોન્ટાકટરે લાંબા સમય સુધી રોડનુ કામ ના કર્યું.જેના લીધે આ કોન્ટાકટરની જે તે કંપનીને બ્લેકમેલમા મુકવાની જે તે ધારાસભ્ય અને આગેવાનો દ્વારા રજુઆત થઈ.જેના ખુબ દબાણના અંતે આ કોન્ટ્રાક્ટરે કામ કર્યુ પણ તેમાં વ્યાપક ગેરરીતિ આચરી. તે આપ સૌ જોઈ શકો છો જેથી સરકારના રૂપિયા પાણીમાં ગયા છે એના એજ ખાડા ઠેર ઠેર પડ્યા છે રોડની ખૂબ હાલત ખરાબ છે.આ બાબતે પી. ડબ્લ્યુ. ડી. વિભાગ જાતે આવીને તપાસ કરાવે અને જેમ બને તેમ જલ્દી ફરી રીપેરીંગ કરવામાં આવે તેવી મારી અને લોકોની માગણી વર્તાઈ રહી છે.....