રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબ નાઓએ જિલ્લાના ગંભીર પ્રકારના ગુન્હામાં વર્ષોથી રાજય તથા રાજય બહાર રહેતા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગે આપેલ સુચના અને માર્ગદર્ભ આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ.શ્રી કે.કે.ગોહીલ રાહબરી હેઠળ પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા ટીમના માણસોએ આ ઝુંબેશની ગંભીરતા સમજી આજથી ૨૩ વર્ષ પહેલા દ્વારકા-ઓખા હાઇવે રોડ ઉપર આવેલ વરવાળા નજીકના વી.એમ.બારાઇ પેટ્રોલપંપમાં થયેલ લુંટના ગુન્હાના કાગળોનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરી રાજયના અલગ અલગ જિલ્લાઓમાંથી મહત્વની હ્યુમન સોર્સિસ તેમજ જરૂરી ટેકનીકલ રીતેથી માહીતી મેળવી જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા.

દરમ્યાન એલ.સી.બીના એ.એસ.આઇ. મસરીભાઇ ભારવાડીયા, હેડ કોન્સ. લખમણભાઇ પીંડારીયા અને ભાણવડ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ભરતભાઇ ચાવડા નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકિકત આધારે ઉપરોક્ત ગુન્હાના કામના સતત ૨૩ વર્ષથી નાસતા ફરતા રહેલ આરોપીઓ (૧) તેરૂ જીતરા ભુરીયા રહે- નેગડીયા ગામ તા.જી- જાંબવા થાના કલ્યાણપુરા મધ્યપ્રદેશ (ર) કૈલાશ પુનીયા ભુરીયા મુળ રહે- નેગડીયા ગામ તા.જી- જાંબવા થાના કલ્યાણપુરા મધ્યપ્રદેશ હાલ રહે- ઉચવાણીયા ગામ તા.જી દાહોદ વાળાઓને ખંભાળીયા – દ્વારકા હાઇવે રોડ પર પાયલ હોટલ નજીકથી પકડી પાડી હસ્તગત કરી આગળની વધુ તપાસની કાર્યવાહી અર્થે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.

નોંધ:- ઉપરોક્ત ગંભીર પ્રકારના ગુન્હાના આરોપીઓ છેલ્લા ૨૦ વર્ષ ઉપરાંતથી પોલીસ પકડથી દુર હોય જેથી આ આરોપીઓને પકડી પાડવા માટે રાજય સરકારશ્રીના ગૃહવિભાગના ઠરાવ ક્રમાંકઃ મહક/૧૦૯૮/મહક/ ૧૦૯૮ ૪ પર૮૮૧)-વ તા. ૧૭/૦૮/૨૦૧૨ અનુસંધાને પોલીસ અધીક્ષકશ્રી દેવભૂમિ દ્વારકાનાઓ દ્વારા ક્રમાંકઃ એલસીબી/ ના ફૈ. ઇનામ જાહેરાત/૩૨/૨૦૨૩ તારીખઃ૧૬/૦૧/૨૦૨૩ થી કુલ ૧૦ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગે આરોપી દિઠ રૂ.૧૦,૦૦૦/- નુ ઇનામ જાહેર કરવામાં આવેલ છે. જે સબબ ઉકત બન્ને આરોપીઓ રૂ. ૧૦,૦૦૦/-, રૂ. ૧૦,૦૦૦/-ના ઇનામીદાર તરીકે રહેલ હતા. પકડાયેલ આરોપી–

(૧) તેરૂ જીતરા ભુરીયા રહે- નેગડીયા ગામ તા.જી- જાંબવા થાના કલ્યાણપુરા મધ્યપ્રદેશ (૨) કૈલાશ પુનીયા ભુરીયા મુળ રહે- નેગડીયા ગામ તા.જી- જાંબવા થાના કલ્યાણપુરા મધ્યપ્રદેશ હાલ રહે- ઉચવાણીયા ગામ તા.જી દાહોદ

મજકુર આરોપીઓની પુછપરછ દરમ્યાન આ ગુન્હામાં અગાઉ પકડાયેલ આરોપીઓ સાથે મળી ભૂતકાળમાં પેટ્રોલપંપ લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરેલ હોવાની કબુલાત કરેલ છે.

કામગીરી કરનાર ટીમ - આ કાર્યવાહીમાં એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહીલ સાહેબની રાહબરી હેઠળ PSા બી.એમ.દેવમુરારી, ASI વિપુલભાઇ ડાંગર, મસરીભાઇ ભારવાડીયા, hc લાખાભાઈ પીંડારીયા pc ગોવીંદભાઇ કરમુર, ડ્રા,હેડ કોન્સ વિશ્વદીપસીંહ્ જાડેજા, તેમજ ભાણવડ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ ભરતભાઇ ચાવડા તથા ટેકનીકલ સેલના સુનીલભાઇ કાંબરીયા નાઓ દ્વારા કરવામાં આવેલ.