મહેમદાવાદ શહેરમાં આવેલ વોર્ડ નંબર-2 ના વાવ ફળીયા વિસ્તાર મા ગટરના ઢાંકણા પાસે મોટો હોય તેમ જ ખાડો પડતા અને આગળ આવેલ બે મોટી ગટરના કુવા ભરાઈ જતા... દુર્ગંધ મારતા...!!! ગટર ના ગંદા પાણી રોડ ઉપર આવતા... ભારે ગંદકી તેમજ ગંદા પાણીથી રહેવાસીઓ થયા હેરાન...પરેશાન....??!!!
વોર્ડ નંબર -2 વાવ વિસ્તારમાં આવેલ બરાબર મધ્ય ચોકમાં આંબલી વિસ્તારની પાસે જ્યાં મેન ગટર આવેલી છે તે ગટરના ઢાંકણા ની પાસે મોટો ખાડો તેમજ હોલ પડતા તેમાંથી ગંદા પાણી તેમજ દુર્ગંધ યુક્ત જેવું નીકળતા રહેવાસીઓ ના કહેવા મુજબ આ પ્રશ્ન ઘણા સમયથી બને છે અને અમોએ નગરપાલિકામાં પણ જાણ કરેલ છે અને આ વોર્ડ મા ચૂંટાયેલ સભ્યોને પણ જાણ કરેલ છે કે આ ગંદકીના લીધે વારંવાર બીમારી ના બનાવો બને છે અને આ ગંદા પાણીની ઉપર મચ્છરોનો ઉપદ્રવ રહેવાથી કોઈ મોટો અણ બનાવ ન બને અને કોઈ જાનહાની ન થાય તેને લઈને વોર્ડના સભ્ય એવા (1) સોકત સૈયદ ( સુલતાન સોસાયટી ), (2) અજીત મલેક ( જનતા હોટલ વાળા), (3) ઈકબાલ મેટર ( દાઉદપુરા ), (4) રસિકભાઈ ચાવડા( વણકર વાસ ) આમ રહેવાસીઓના કહેવા મુજબ આ ચારે ચાર સભ્યોને પણ જાણ કરવામાં આવી છે તો અહીંના રહેવાસીઓની આ તકલીફને કાયમ માટે નિરાકરણ લાવવામાં આવે તેવી વારંવાર નગરપાલિકા મહેમદાવાદમાં રજૂઆત કરવામાં આવી રહી છે.
મહેમદાવાદ નગરપાલિકામાં ડ્રેનેજ વિભાગમાં કામ કરતાં આશિષભાઈ ના કહેવા મુજબ સ્ટાફના માણસો કામ કરવા જાય છે અને આગળ આવેલા કુવાને ખાલી પણ કરવામાં આવશે.
ઈકબાલ મેટર (વોર્ડ. નં.2 ) ના ચૂંટાયેલા સભ્ય સાથે વાત થતા તેઓનું જણાવવું છે કે હાલમાં નગરપાલિકાના માણસો કામ કરી ગયા છે બહુ નજીકના સમયમાં જ આ સમસ્યાનું કાયમ માટે નિરાકરણ થાય તેવી વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવી જશે.
રહેવાસી : સલીમભાઈ કાલુભાઈ ભટીયારા, ઉંમર 40 વર્ષ ) મો.8128517250.
હવે જોવાનું રહ્યું કે વારંવાર ગટરના ગંદા પાણી ઉભરાવાની આ સમસ્યાનો કાયમી નિકાલ થાય છે કે કેમ...???!!! કે પછી જ્યારે કુવા ભરાઈ જાય ત્યારે નગરપાલિકાના લાગતા વળગતા કર્મચારી દ્વારા માત્ર સાફ સફાઈ કરીને તેને ટાળવામાં આવશે...???!!
વાવ વિસ્તારના તમામ રહેવાસીઓ આ ગંદકીથી હેરાન પરેશાન થઈ ગયા છે... તેઓનું કહેવું છે કે કાયમી માટે આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો અમે ઉગ્ર રજૂઆત આગળ કરીશું...