હાલોલ તાલુકાના મસવાડ ખાતે આવેલ નવીન જીઆઇડીસી-2 ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી રહી છે જેમાં નેશનલ કક્ષા સહિત મલ્ટીનેશનલ કક્ષાની હીરો, જેસીબી સહિતની અનેક મલ્ટીનેશનલ કંપનીઓ સહિત નાના મોટા ઔદ્યોગિક એકમો મળી કુલ 500 જેટલા એકમો આવેલા છે તેમજ હાલમાં પણ કેટલાક નવીન નાના-મોટા એકમોનું કન્ટ્રક્શનનું કામ ચાલુ છે જેને લઈને મસવાડ જીઆઇડીસી-2 ખાતે નવીન સરકારી ઓફિસ કાર્યાલયનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું જે પૂર્ણ થતા આજ રોજ નવીન ઓફિસના ઉદ્દઘાટનનો કાર્યક્રમ રિજિયોનલ મેનેજર ડી.એચ.પાનેલીય સહિત એજ્યુકેટીવ એન્જિનિયર શ્રુતિ શર્મા,એજ્યુકેટીવ એન્જિનિયર તાબીયાર, એન્જિનિયર ફેનીલ પટેલ, જુનિયર એન્જિનિયર જયસુખ મેર, તેમજ ગોધરા જીઆઇડીસીના પ્રમુખ રમણભાઈ અને હાલોલ મસવાડ જીઆઇડીસી-2 ના પ્રમુખ વિજયભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી પ્રતીક વરિયા,અજીતસિંહ રાજપુત તેમજ હાલોલ વડોદરાનો સ્ટાફ અને મસવાડ જીઆઇડીસી એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા જેમાં ધાર્મિક વિધિ વિધાન સાથે પુજારી દ્વારા પૂજાપાઠ કરાવ્યા બાદ રિજીયોનલ મેનેજર સહિત ઉપસ્થિત મહાનુભવોના વરદ્દ હસ્તે રીબીન કાપી જીઆઇડીસી-2 ની નવીન ઓફિસનું ઉદ્દઘાટન કરાયું હતું