બોટાદ તાલુકાના ઢાકણીયા ગામે ભરવાડ યુવાનની થયેલ હત્યાના સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જીલ્લા તથા બજરંગ દળ બોટાદ જિલ્લા ના કાર્યકરો દ્વારા બોટાદ ખાતે આઈ.ટી.આઈ થી શરૂ કરી કલેકટર કચેરી સુધી મૌન બાઇક રેલી યોજી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.!

વધુમાં જણાવ્યા અનુસાર અગાઉ ગૃહ મંત્રી શ્રી ગાંધીનગર ને તારીખ 29/6/ 2022 ના રોજ એક આવેદનપત્ર આપી જણાવવામાં આવેલ હતું કે આવી કોઈ ઘટના બનનાર છે તે સમયે સરકાર શ્રી દ્વારા કોઈ ધ્યાન આપવામાં નહીં આવતા આ ઘટના બનવા પામેલ છે.!

વધુમાં જણાવ્યા અનુસાર ઢાંકણીયા ગામના ભરવાડ યુવાનને નિર્દયપણે ગળું કાપી હત્યા કરેલ હોય આવા આરોપીઓની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા તેમજ સ્પેશિયલ સરકારી વકીલ આપવા પણ માંગ કરવામાં આવી છે.!

તેમજ આ કેસની તપાસ ઝીણવટ ભરી રીતે કરવામાં આવે વધુ વિગત બહાર આવે તેમ છે આ બાઈક રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા તેમજ બજરંગ દળ બોટાદ જિલ્લાના કાર્યકરો તથા અન્ય નાગરિકો જોડાયા હતા અને બોટાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.!