રાધનપુર માં સરાહનીય સુરક્ષાકરવાબદલ પીઆઈ રબારીશ્રી તેમજ પોલીસ સ્ટાફ નું સન્માન કરવામાં આવ્યું

રાધનપુરમાં 10 મી મોહરમ નિમિતે મુસ્લિમ સમાજ દ્વારા જુદાજુદા વિસ્તારોમાંથી કલાત્મક તાજીયા બનાવી જુલુસ નિકાળ વામાં આવ્યું હતું જેમાં બોહળી સંખ્યામાં હિન્દૂ મુસ્લિમ બન્ને કોમના લોકો સાથે મળી આ મોહરમ નો ત્યોહાર ઉજવવામાં આવ્યો હતો 

જેમાં રાધનપુર પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો 

જેમા રાધનપુર પીઆઈ રબારી શ્રી તથા પોલીસ સ્ટાફ દ્વારા સારી એવી ફરજ નિભાવી હતી રાધનપુર પોલીસ સ્ટાફ ની સરાહનીય કામગીરી ને લઈ મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ દ્વારા પીઆઈ રબારી શ્રી તેમજ તેમનાં પોલીસ સ્ટાફ નુ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં મુસ્લિમ અગ્રણી ઘાચી સહિજભાઈ, ઘાચી અબ્દુલભાઈ, મલેક જેલાની ભાઈ , કરીમ ખાન પઠાણ બાસીતભાઈ વોહરા હાજર રહ્યા હતાં...