બોટાદમાં ખસ રોડ પર જિલ્લા સેવાસદનની બિલ્ડિંગ બાદ જિલ્લા પંચાયતની બિલ્ડિંગ બનાવવામાં આવી છે.! જિલ્લા કક્ષાની તમામ પંચાયત વિભાગની વિવિઘ શાખાઓની ઓફિસો આ બિલ્ડિંગમાં છે.! જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયત પ્રમુખ પણ આ જ બિલ્ડિંગમાં ઑફિસો ધરાવે છે.! ત્યારે ત્રણ માળની આ ઈમારતમાં અનેક વિધ જગ્યાઓ પર ચાલવામાં ઠેસ લાગે તેવા ઊભાર/બમ્પ બની ગયા છે.અનેક જગ્યાઓ પર ફર્શ પર ની લાદીઓ તૂટી બમ્પ બની ગયાં છે.ત્યારે ઓફિસની મુલાકાતે આવતા લોકોને બોટાદ જિલ્લામાં જાહેર રોડ પર તો બમ્પ નડે છે પણ જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં પણ બાંધકામમાં ભ્રષ્ટાચાર થી બનેલ બમ્પ પીછો છોડતા નથી. બિલ્ડિંગમાં અનેક જગાઓ પર રીપેરીંગ કામ શરૂ થયું છે. જે તસવીરમાં પણ જોઈ શકાય છે પરંતુ લોકોમા પ્રશ્ર્નો ઊઠી રહ્યાં છે કે જિલ્લા પંચાયતમાં ભ્રષ્ટાચારનાં બમ્પ ગામડાં સુધી તો નથી પહોચી ગયા ને...??