ડીસામાં એરપોર્ટ ચાર રસ્તા નજીક સાંજે એક ટ્રક ચાલકે વીજ થાંભલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટક્કર મારતા જ ચાલુ વીજ લાઈનનો થાંભલો ધરાશાઈ થઈ જતા અને રોડ પર ચાલુ વીજ વાયરો પડતા અફડા-તફડી સર્જાઈ હતી. આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે અકસ્માત બાદ તરત ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ટ્રક ચાલકે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતને પગલે ઘટના સ્થળે આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને આ બનાવ અંગે યુ.જી.વી.સી.એલ.ની કચેરીમાં જાણ કરી હતી. અકસ્માત થતાં અને વીજ થાંભલો ધરાશાયી થતા યુ.જી.વી.સી.એલ. કચેરીને નુકશાન વેઠવું પડ્યું હતું.