ધોરણ 10 ની S.S.C બોર્ડની આવનાર આગીમી પરીક્ષાની પૂર્વ ભૂમિકા રૂપ તૈયારી માટે વાવ ખાતે આવેલી શ્રી વસિષ્ઠ વિદ્યાલયમાં વસિષ્ઠ મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.આયોજિત મોડેલ ટેસ્ટમાં સુરત શહેર સહિત જિલ્લા તેમજ વસિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ મળી ધોરણ 10 ના કુલ 1851 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા મોડેલ ટેસ્ટ આપવામાં આવી હતી.મોડેલ ટેસ્ટના આયોજન માટે મુખ્ય હેતુ રૂપ આવનાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ભય દૂર થાય તેમજ બોર્ડની પરીક્ષામાં ઉત્તરવહી લખતા પહેલા કરવામાં આવતી પ્રાથમિક વિધીથી તેઓ પરિચિત થાય.જેમકે બોર્ડની પ્રવેશ પત્રિકા રસીદ કેવા પ્રકાર સહિત તેની ઉપયોગિતા,બ્લોક સુપર વાઇઝરની સહી ક્યાં કરાવવી,ખાખી સ્ટીકર સહિત બારકોડ સ્ટીકરની ઉપયોગિતા કઇ જગ્યાએ લગાવી કરવામાં આવે, ઉત્તર વહીમાં ભરવામાં આવતી વિગતો કેવી રીતે ભરવી,CCTV દ્વારા થતું મોનીટરિંગ વિશે અવગત થાય,પ્રશ્ન પત્રની ગુણવત્તા વિશે જાણકારી તેમજ ઉત્તર વહી લખ્યા બાદ તેને ચેક કેવી રીતે કરવા સહિતની તમામ તલસ્પર્શી બાબતો વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય.ત્યાર બાદ મોડેલ ટેસ્ટ પૂર્ણ થયા બાદ બોર્ડના નીતિ નિયમો મુજબ પેપર ચકાસણીની કામગીરી બાદ પરિણામ તૈયાર કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે.જે VMT ની તૈયારી રૂપે તા 7 ફેન્મબ્રુઆરી થી 10 ફેબ્રુઆરી દરમ્યાન ક્રમશ ગણિત,વિજ્ઞાન તેમજ અંગ્રેજીની પરીક્ષા લેવાનાર છે.આયોજિત VMT પરીક્ષા પહેલા શાળાના તજજ્ઞો,સારસ્વતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રશ્ન પુસ્તિકા સેટ વિદ્યાર્થી ઓને આપવામાં આવી હતી જેની તૈયારીના ભાગ રૂપે તેઓ વાંચન રૂપી આગોતરુ આયોજન પણ વિદ્યાર્થીઓ કરી શકે.VMT પરીક્ષાના આયોજન બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરિયા,ડાયરેકટર વિજયભાઈ ડાવરિયા, રવિભાઈ ડાવરિયા, એજ્યુંકેશનલ એડવાઈઝર ડો.પરેશભાઈ સવાણી તેમજ આચાર્ય મેહુલભાઈ વાડદોરિયાએ પરીક્ષામાં ઉપસ્થિત તમામ વિદ્યર્થીઓને શુભ કામના પાઠવી હતી.