જાન્યુઆરીમાં લેવાયેલી JEE MAIN 2023 સેશન-1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જેમાં કામરેજ વિસ્તારની વાવ ખાતે આવેલી શ્રી વસિષ્ઠ વિદ્યાલયના વિદ્યાર્થીઓ મેદાન મારી ગયા હતા.જેમાં છ વિદ્યાર્થીઓ 99+ PR પ્રાપ્ત કરી જિલ્લા સહિત શાળાનું ગૌરવ વધાર્યું હતું.જેમાં ઓમ દિનેશભાઈ અણધણ દ્વારા 99.80 PR મેળવી સમગ્ર સુરત શહેર સહિત જિલ્લાનું નામ રોશન કર્યું છે.ત્યારબાદ પ્રજાપતિ નીલ જગદીશચંદ્ર 99.45 PR,કાછડીયા ઋત્વિક જીજ્ઞેશભાઈ 99.35 PR, મહીડા ધ્રુવિલ કરણસિંહ 99.24 PR, મૈસુરિયા ઓમ ઉર્મિશભાઈ 99.14 PR, તેમજ ભલાણી નિશાંત રાજેશભાઈ 99 PR પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ દેશની શ્રેષ્ઠ NIT સંસ્થામાં ઉચ્ચ અભ્યાસ કરી તેઓના સપનાને નવી ઉડાન આપી શકશે.આ ઉપરાંત શાળાના 12 વિદ્યાર્થીઓ 98+ PR,18 વિદ્યાર્થીઓ 97+ PR, 25 વિદ્યાર્થીઓ 95+ PR તેમજ 40 વિધાર્થીઓ 90+ PR પ્રાપ્ત કરી અગ્રતા ક્રમે રહ્યા હતા.ભવ્ય પરિણામ સ્વરૂપે વસિષ્ઠ વિદ્યાલય દ્વારા સાબિત કરી દેવામાં આવ્યું હતું કે JEE NEET સહિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે હવે કોટા જવાની જરૂર નથી.હવે વારો વસિષ્ઠનો છે.જે ઘર આંગણે જ શ્રેષ્ઠ પરિણામ આપતી શાળા છે.શાળાના વિદ્યર્થીઓ દ્વારા મેળવેલા ઉત્કૃષ્ટ પરિણામ બદલ શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરિયા,ડાયરેકટર વિજયભાઈ ડાવરિયા, રવિભાઈ ડાવરિયા, એજ્યુકેશનલ એડવાઈઝર ડો.પરેશભાઈ સવાણી તેમજ શાળાના આચાર્ય મેહુલભાઈ વાડદોરિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.