દિયોદર નગરે પૂજ્ય જલારામ બાપાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા સમગ્ર સમાજ થનગની રહ્યો છે

  બાપાના મંદિર નું કાર્ય વર્ષો પહેલા ઠક્કર ધીરુભાઈ જયંતીલાલ (મહાલક્ષ્મી) જ્યારે જલારામ યુવક મંડળના પ્રમુખ હતા ત્યારે બાપા નું ભવ્ય મંદિર બનાવવા ભાવ પ્રગટ કર્યો હતો. ત્યારબાદ સ્વ. ભોગીલાલ માવજીભાઈ સોનપુરા અને સ્વ. જયંતીલાલ પ્રભુરામભાઈ (જાડાવાળા) એ તેમના પ્લોટીંગ માંથી હાઈવે ટચ ગાયત્રી ડેરી ની બાજુમાં કોઈપણ અપેક્ષા વગર એક પ્લોટ ફ્રી માં આપવાની જાહેરાત કરી હતી ત્યાર થી મંદિર ના કાર્ય નો સુભારંભ થયો જે બાપાનું કાર્ય આજ સુધી ધમ..ધમાટ ચાલી રહ્યું છે ..અટકતું નથી .. ધીરુભાઈ ના પ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન એક પ્લોટ ફ્રી અને બે પ્લોટ વેચાણ લઈ દસ્તાવેજ કરી કુલ સાત હજાર ચોરસ ફૂટ જમીન માં સાફ સફાઈ કરાવી ૫૦૦ ટ્રેક્ટર માટીનું પુરાણ કરેલ અને ગાયત્રી ડેરી થી પાણીની પાઇપલાઇન લાવેલ અને પાણી માટે અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવેલ જ્યારે જલારામ યુવક મંડળના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પુજારા અને યોગેશભાઈ હાલાણી હોદેેદાર હતા ત્યારે પાણીની પરબ ઓફિસ કમ્પાઉન્ડ સણાદર થી પાણીની લાઈન વગેરે વિકસિત કામ થયું હતુ...

    બામરોલી તા. સાતલપુરના વતની વિનોદભાઈ ઠક્કર હાલ પુના સ્થિત બાપાના મંદિર માટે માતબાર રકમ દેશી લોહાણા મહાજન વાડીના પ્રમુખ શ્રી પોપટલાલ અખાણી ..ડો.દીપકભાઈ અખાણી સેવંતીભાઈ ર્ઉફૅ ઘનાભાઈ ઠક્કર

 સમક્ષ દાન આપવાની જાહેરાત કરી હતી જેને સમાજને મંદિર માટે ખૂબ જ શક્તિ પ્રેરણા આપી હતી..અને ત્યારબાદ ચાર પ્લોટ આશરે 10થી12 હજાર ફૂટ જમીન વેચાણ લીધી હતી અને ટોટલ જગ્યા 17 /18 હજાર ફૂટ થયેલ અને મંદિર ના કાર્ય ને આગળ વઘારેલ સમાજે મનુભાઈ મોઝરું વાળા ને પ્રમુખની જવાબદારી આપેલ અને ડોક્ટર દીપકભાઈ ને ઉપ પ્રમુખની જવાબદારી સોંપેલ અને મંત્રી પદે સેવંતીભાઈ ઉર્ફે ધનાભાઈ ને જવાબદારી આપેલ તેમજ સમગ્ર રઘુવંશી સમાજના સહયોગથી સારૂ એવું ફંડ પણ ભેગું થયેલ અને મંદિરનું કામ ચાલુ થયેલ

જેમાં બાપા નું જે કાર્ય હતું કે જ્યાં અન્ન નો ટુકડો ત્યાં હરિ ઢુકડો તેને સાર્થક કરવા માટે પણ 

ભોજનાલય બનાવાનું નકકી કરવા માં આવ્યું જેમાં ઠકકર નર્મદાબેન છગનલાલ ભોગીલાલ પરિવાર ત્થા મેનાબેન અમરશીભાઈ કુબેરદાસ ઠકકર પરિવાર ભોજનાલય હોલમાં મુખ્ય સહયોગી તરીકે મળ્યા જે મંદિરની પ્રતિષ્ઠા પછી બાંધકામ પણ ચાલુ કરવામાં આવશે સમાજે મનુભાઇ ને પ્રમુખ ની જવાબદારી સોંપી જેમાં  સમસ્ત રઘુવંશી સમાજ ના સહયોગ થી મંદિર અને ભોજનાલય નું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે જેમાં જલારામ યુવક મંડળ ના પ્રમુખ મનીષભાઈ પુજારા ની ટીમ પણ ખુબજ સહયોગ કરી રહેલ છે અને સમસ્ત રઘુવંશી પરિવાર પણ જહેમત ઉઠાવી રહેલ છે અત્યારે આમંત્રણ પત્રિકા વેચવાનું કામ પૂર જોશમાં ચાલુ છે..