ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કાંતીભાઈ સતાસીયા સામે વધુએક પ્રશ્ન સામે આવેલ છે.. થોડા દિવસ અગાઉ દલિત વિરોધી માણસ છે ના પોસ્ટરો લાગીયા બાદ વધુએક વિવાદ સામે આવેલ છે જેમાં મતદાતા ફોન કરીને કાંતીભાઈ સતાસીયા ને જણાવી રહેલ છેકે ખાંભા તાલુકાના લાસા ગામમાં ચુંટણી પ્રચાર અર્થ આમ આદમી પાર્ટીના રાજકીય નેતાઓએ કે કાર્યકરો એ ખેસ પહેરીને આવવુ નહી.... સ્થાનિક મતદારે મોબાઈલ ફોન પર કાંતી સતાસીયા ને ગામમાં પ્રચાર કરવા આવવુ નહીનુ જણાવ્યું હતુ.... લાસા ગામના યુવાને કરેલ વિરોધ નુ કારણ આમ આદમી પાર્ટી ના ગોપાલ ઈટાલીયા હોવાનુ જાણવા મળેલ છે..... ગોપાલ ઈટાલીયા એ હીંદુ ધર્મની ધાર્મિક લાગણીઓ દુભાવી હોવાનુ જણાવ્યું હતુ... આ સમગ્ર મામલાનો ઓડિયો સોશિયલ મિડિયા માં ઝડપથી વાયરલ થય રહેલ છે