ખંભાળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. – ૧૫/૨૦૧૮ ઇ.પી.કો. કલમ ૩૦૨,૪૯૮(એ) મુજબના ગુનાના કામેના સેશન્સ કેસ નં. ૨૯/૨૦૧૮ થી નામ.સેશન્સ કોર્ટ – દેવભૂમિ દ્વારકા મુ. મથક - ખંભાળીયા દ્વારા કેદી નં. ૪૭૬૩૫ મહેબુબ જુસબભાઇ ખીરા, રહે. – નરશીભવન પાછળ, રેલ્વે સ્ટેશન રોડ, ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા નાઓને ગત તા.૦૮/૦૩/૨૦૨૧ ના આજીવન કેદની સજા ફરમાવવામાં આવેલ. સજા ભોગવેલ દરમિયાન ગત તા.૨૨/૦૮/૨૦૨૨ ના દિન-૧૪ ની ફર્લો રજા પર મુકત થયેલ, જે કેદી ફર્લો રજા ભોગવી પરત ગત તા.૦૬/૦૯/૨૦૨૨ ના રોજ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હોય પરંતુ મજકુર કેદી હાજર થયેલ નહી ફર્લો પરથી ફરાર થઇ ગયેલ,
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડાશ્રી નિતેષ પાંડેય સાહેબ નાઓએ પેરોલ ફર્લો, વચગાળાના જામીન ફરાર, જેલ ફરાર અને પોલીસ જાપ્તામાંથી ફરાર કેદીઓને પકડી પાડી જે તે જેલ ખાતે પરત સજા મોકલી આપવા કાર્યવાહી કરવા એલ.સી.બી. – દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સપેકટરશ્રી કે.કે.ગોહીલ નાઓને સુચના કરેલ જે આધારે પો.સ.ઇ. શ્રી એસ.એસ. ચૌહાણ નાઓ ટીમ સાથે ખંભાળીયા ટાઉનમાં પેટ્રોલીંગમાં ફરતા હતા.
દરમિયાન એ.એસ.આઇ. સજુભા જાડેજા, હેડ કોન્સ, જેસલસીહ જાડેજા, સહદેવસીંહ જાડેજા અને કુલદીપસીહ જાડેજા નાઓને સંયુકતમાં મળેલ બાતમી આધારે ખંભાળીયા રેલ્વે સ્ટેશન રોડ, નરશીભવન પાછળ ખાતે તેના ઘરે જઇ તપાસ કરતા કૈદી નં. ૪૭૬૩૫ મહેબુબ જસબભાઇ ખીરા, રહે. નરશીભવન પાછળ, રેલ્વે સ્ટેશન રોડ, ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા નાઓ મળી આવતા તેની પુછપરછ કરતા સને-૨૦૧૮ ના અરસામાં તેને ઘરકંકાસ હોવાથી તેની પત્ની અફસાનાબેન ડો.ઓફ હુશેનભાઇ દોશમામદ રહે. લાલપુર વાળીના ખુનના ગુનામાં આજીવન કેદની સજા થયેલ. છેલ્લા એક વર્ષથી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવે છે. તેને દિન-૧૪ ની ફર્લો રજા પરથી ગત તા.૨૨/૦૮/૨૦૨૨ થી જેલમાંથી મુકત કરેલ રજા પર્ણ કર્યાં પછી ગત તા.૦૬/૦૯/૨૦૨૨ ના જેલ ખાતે સમયસર હાજર થયેલ નહીં. તેમ જણાવેલ આ બાબતે તેના વિરૂધ્ધ ખંભાળીયા પોલીસ સ્ટેશન એન.સી. નં ૧૦/૨૦૨૨ પ્રીઝન એકટ - ૫૧(એ), ૫૧(બી) મુજબ ફરીયાદ પણ દાખલ થયેલ છે. આમ, ફર્લો રજા પરથી ફરાર કેદીને આગળની તપાસ કાર્યવાહી અને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા ખંભાળીયા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.
કામગીરી કરનાર ટીમ
આ કાર્યવાહીમાં એલ.સી.બી. - દેવભૂમિ દ્વારકા ના પોલીસ ઇન્સ. શ્રી કે.કે. ગોહીલ સાહેબની રાહબારી હેઠળ PSI એસ.એસ.ચૌહાણ, ASI સજુભા ગહમીરજી જાડેજા, અજીતભાઇ બારોટ, વિપુલભાઇ ડાંગર, તથા HC સહદેવસીહ જાડેજા, જેસલસીહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા નાઓ જોડાયા હતા.