બા બરા પો.સ્ટેના મોટા દેવળીયા ઓ.પી વિસ્તારમાંથી રોકડ રૂ ૩૦,૭૮૦ ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ૦૮ ઇસમો તથા ટાઉન બીટ વિસ્તારમાથી રોકડ.રુપિયા .૧૦,૮૦૦/-ના મુદામાલ સાથે જુગાર રમતા છ ઇસમો ને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ.પોલીસ અધિક્ષક,અમરેલી શ્રીહિમકરસિંહ સાહેબ નાઓ દ્વારા અમરેલી જીલ્લામાં દારુ/ જુગારની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવેલ,જેના પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતિ કરતાં ઇસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી,નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.ડી.ડાંગરવાલા પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓએ બાબરા પોલીસ સ્ટેશના મોટા દેવળીયા ઓ.પી તથા ટાઉન બીટ વિસ્તારમાં ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ.મોટા દેવળીયા ઓ.પી. વિસ્તારના જીવાપર ગામમાં અમુક ઇસમો ગે.કા રીતે પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમે છે. તેવી હકીકત મળેલ હોય જે બાબરા પો.સ્ટે.ના હેડ કોન્સ.કિરણભાઇ સોલંકી તથા મહાવિરસિહ સિંધવ તેમજ પો.સ્ટે.સ્ટાફ એ રીતેના નાઓએ ગે.કા રીતે પૈસા પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ ૦૮ ઇસમોને રોકડ રૂ.૩૦,૩૮૦/-ના મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૬૩૩/ ૨૦૨૨ જુ.ધા કલમ ૧૨ મુજબનો ગુન્હો તા .૨૯ / ૦૭ / ૨૦૨૨ ના કલાક ૦૧:૪૫ વાગ્યે ગુન્હો રજી કરી આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે. ( ૨ ) બાબરા ટાઉન વિસ્તારમા આશરાનગરમાં બજારમાં અમુક ઇસમો ગે.કા રીતે પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમે છે. તેવી હકીકત મળેલ હોય જે બાબરા પો.સ્ટે.ના હેડ.કોન્સ.રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ તથા પો.કોન્સ.હસમુખભાઈ શિવાભાઈ ચૌહાણ તથા પોસ્ટેના સ્ટાફ એ રીતેના નાઓએ ગે.કા રીતે પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમતા કુલ ૦૬ ઇસમોને રોકડ રૂ.૧૦,૮૦૦/-કુલ.કિ.રૂ.૧૦,૮૦૦/- નો મુદામાલ રેઇડ દરમ્યાન પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ બાબરા પોલીસ સ્ટેશનગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૨૦૬૩૯/૨૦૨૨ જુ.ધા. કલમ ૧૨ મુજબનો ગુન્હો તા .૨૯ / ૦૭ / ૨૦૨૨ ના કલાક ૧૯:૫૦ વાગ્યે ગુન્હો રજી કરી આરોપીઓને ગુન્હાના કામે ધોરણસર અટક કરેલ છે. ઉપરોક્ત પરીણામલક્ષી કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર બાબરા પોલીસ સ્ટેશનનાઓ તથા બાબરા પોલીસ સ્ટેશનની મોટા દેવળીયા ઓ.પી,ટાઉન બીટ તથા ડી.સ્ટાફ એ કરેલ છે.ગુન્હા નં ૧૧૧૯૩૦૦૮૨૨૦૬૩૩/૨૦૨૨ ના કામે પકડાયેલ આરોપીઓની વિગત : (૧) ભુપતભાઇ ભગાભાઇ સારમીયા રહે. વાવડી,(૨)રમેશભાઇ વિરજીભાઇ ગોરસવા રહે.વાવડી,(૩)મહેશભાઇ ભગાભાઇ સારમીયા રહે.વાવડી,(૪) વિપુલભાઇ લીંબાભાઇ બાંભવા રહે. વાવડી,(૫)લાલજીભાઇ લક્ષ્મણભાઇ ભડગંજી રહે,જીવાપર,(૬)ભરતભાઇ રવજીભાઇ મોણપરા રહે.જીવાપર,(૭) ભરતભાઇ ભવાનભાઇ કોલડીયા રહે. વાવડી,(૮)હિમ્મતભાઇ ખોડાભાઇ વિરડીયા રહે.વાવડી ગુન્હા નં ૧૧૧૯૩૦૦૮૨૨૦૬૩૯/૨૦૨૨ નાં કામે પકડાયેલ આરોપીઓની વિગત : (૧) ભાવેશભાઇ વિભાભાઇ કાવઠીયા રહે.બાબરા, બસ સ્ટેન્ડ પાછળ તા. બાબરા,(૨)કિશોરભાઇ જીણાભાઇ જીલીયા રહે,બાબરા,કરીયાણા રોડ,તા. બાબરા,(૩)મનોજભાઇ ધીરૂભાઇ કાવઠીયા રહે.બાબરા, બસ સ્ટેન્ડ પાછળ, તા.બાબરા,(૪)હરસુખભાઇ નાગજીભાઇ ડાભી રહે.બાબરા, આશરાનગર, તા.બાબરા,(૫)હુસૈનભાઇ એહમદભાઇ અગવાન રહે.બાબરા, જીન પ્લોટ વિસ્તાર, તા.બાબરા,(૬)હરેશભાઇ હરસુખભાઇ ડાભી રહે.બાબરા આશરાનગર, તા.બાબરા, રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી