સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં અન્ડર-૧૪ ભાઈઓ-બહેનોના પ્રવેશ માટે હાઈટ- હન્ટનું આયોજન કરાયું,,બનાસકાંઠા જિલ્લાના રસ ધરાવતા ભાઈઓ બહેનોએ 8 ફેબ્રુઆરીએ સવારે 9 કલાકે પાલનપુર અને દિયોદર ખાતે હાજર રહેવું,,,,,,.......સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ અંગે આયોજીત વોલીબોલ, બાસ્કેટબોલ, હેન્ડબોલ, ફેંસિન્ગ, જુડો અને એથ્લેટીક્સ રમતમાં U- ૧૪ ભાઈઓ- બહેનોના પ્રવેશ માટે હાઈટ- હન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે..જેમાં નીચે જણાવેલ વય અને ઉંચાઇની મર્યાદામાં રસ ધરાવનાર ભાઇઓ-બહેનોએ તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર ખાતે પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, ધાનેરા તાલુકાના ભાઇઓ/બહેનોએ હાજર રહેવું અને તા.૦૮/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે વી.કે.વાઘેલા હાઇસ્કુલ, દિયોદર ખાતે દિયોદર, લાખણી, થરાદ, વાવ, સુઇગામ, ભાભર, કાંકરેજ તાલુકાના ભાઇઓ/બહેનોએ હાજર રહેવા જણાવવાયું છે..જેમાં 11 વર્ષની બહેનો માટે ઊંચાઈ 155+, ભાઈઓ માટે 160+, 12 વર્ષની બહેનો માટે ઊંચાઈ 163+, ભાઈઓ માટે 168+, 13 વર્ષની બહેનો માટે ઊંચાઈ 166+, ભાઈઓ માટે 173+ અને 14 વર્ષની બહેનો માટે ઊંચાઈ 171+, ભાઈઓ માટે 179+ માપદંડ રાખેલ છે.વધુ માહિતી માટે કન્વીનર રવિ નારવાણી મો. 97245 40319 અને રાજુભાઇ દેસાઇ મો. 98255 83086 પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાલનપુર, બનાસકાંઠાની અખબારી યાદીમાં જણાવ્યું છે.