Ayodhya Ram Mandir Updates: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા યોજાવાની છે. ભક્તો પણ પ્રભુ શ્રીરામને જોવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ પહેલા રામલલાના મુખારવિંદની પ્રથમ તસવીર સામે આવી ગઈ છે. જેમાં શ્રી રામના ચહેરા પર મધુર હાસ્ય અને માથા પર તિલક જોવા મળી રહ્યું છે.