ભારતનું વિશ્વ ગુરુ બનવા તરફનું પ્રયાણ ''એક ભારત શ્રેષ્ઠ ભારત’’ એ જ આપણી વિવિધતા - આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ 

અમૃત પર્વએ આપણી ઉપલબ્ધીઓ, આકાંક્ષાઓનું પર્વ - ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ 

મહેસાણા

સમગ્ર દેશ આઝાદીનું અમૃત પર્વ મનાવી રહ્યો છે, આખું રાષ્ટ્ર અમૃત પર્વના રંગે રંગાય ગયું છે. અમૃત કાળએ આપણી પરિપક્વ લોકશાહીનું સૂચક છે.આ અમૃત કાળએ આપના સ્વતંત્ર સેનાનીઓને પોતાના દિલમાં હંમેશા જીવંત રાખવાનું પર્વ છે. 

આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, તિરંગોએ આપણી આન-બાન અને શાનનું પ્રતિક છે,એ આપણી ઐતિહાસિક ધરોહર છે. બેન્ડની સુરાવલિઓ-વિદ્યાર્થીઓ-શહેરશ્રેષ્ઠીઓએલાંબી તિરંગા યાત્રામાં જોડાયને રાષ્ટ્રભક્તિમાં જોડાયા હતા.આ તિરંગા યાત્રા દરમિયાન આરોગ્ય મંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને તેમના યોગદાનને યાદ કર્યું હતું.

આ તિરંગા યાત્રામાં ભૂતપૂર્વ ગૃહમંત્રી રજની પટેલ,સાંસદ શારદાબેન,ખેરાલુ ધારાસભ્ય અજમલજી,કડી ધારાસભ્ય કરશનભાઇ સોલંકી, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર,મહેસાણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ અને શહેરના નાગરિકો જોડાયા હતા.