ચિત્રવાડી પાટિયા પાસે મોટરસાયકલ સ્લીપ થતા એક નું થયું મોત : એક ને ગંભીર ઇજા

પ્રાપ્ત વિગત અનુસાર નાદોદ તાલુકાના ચિત્રાવાડી ગામના વિરેન્દ્રભાઈ સુરેશભાઈ વસાવા તથા કલારાણી ગામના સંજયભાઈ રોહિતભાઈ ચૌહાણ નાઓ પોતાના કબજાની મોટરસાયકલ ગાડી નંબર GJ 22 L 7825 નંબરની મોટરસાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા મોજે રાજપીપલા રંગ અવધૂત થી ભદામ ગામ તરફ જતા ચિત્રાવાડી પાટીયા પાસે સ્વાગત હોટલથી થોડે આગળ આવતા અચાનક મોટરસાયકલના સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો

આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલક વિરેન્દ્રભાઈ સુરેશભાઈ વસાવા નાઓને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળ પર મોત થયું હોવાનું જાણવા મળેલ છે તથા મોટરસાયકલ પાછળ બેઠેલા સંજયભાઈ રોહિતભાઈ ચૌહાણને હાથની આંગળીઓના ભાગે તથા નાકના ભાગે કપાડના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે સદર ઘટનાની જાણ રાજપીપલા પોલીસને થતા રાજપીપલા પોલીસ સ્ટાફના માણસો તત્કાલીન ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદેસર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે