ભરૂચની સામિયા મન્સૂરીને મુંબઈમાં મળ્યો નવો હાથ, હવે બે હાથે ચલાવી શકશે સડસડાટ કોમ્યુટર
- જન્મથી જ જમણા હાથની ખોડ ધરાવતી 18 વર્ષની યુવતી ઉપર દેશનું પહેલું સફળ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ
- જન્મજાત દુર્લભ બીમારી Congenital Hand Aplasia થી પીડાતી હતી, 13 કલાક લાંબી જટિલ શસ્ત્રક્રિયા ચાલી
જન્મજાત જમણા હાથની ખોડની દુર્લભ બીમારીથી પીડિત ભરૂચની સામિયા મન્સૂરી 18 વર્ષની થતા જ નવા હાથની ભેટ મળી છે. દેશમાં એક હાથના પ્રત્યારોપણની પેહલી સફળ સર્જરી સામિયા ઉપર કરાઈ છે અને 13 કલાકના જટિલ ઓપરેશન બાદ 24 દિવસે તેને મુંબઈની હોસ્પિટલમાંથી કેક કાપીને રજા અપાઈ છે.
ભરૂચની 18 વર્ષીય સામિયા મન્સૂરી પર મુંબઈમાં સફળ હાથ પ્રત્યારોપણ થતાં જીવનની નવી આશા જાગી છે. દેશમાં સંભવિત રીતે સૌપ્રથમ આ પ્રકારની જટિલ અને મુશ્કેલ શસ્ત્રક્રિયા સફળતાથી પાર પડાઈ છે.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.