ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અંતરયાળ ગામ અલમપરના વતની એવા ગોહિલ લગ્ધીરસિંહ ખેંગારસિંહએ ચોખાના દાણા પર સૂક્ષ્મ અક્ષરે શ્રી હનુમાન ચાલીસા લખી
ગુજરાત બુક ઓફ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને મેજિક બુક ઓફ રેકોર્ડ એમ ત્રણેય બુક ઓફ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના અલમપર ગામના 24 વર્ષીય લગ્ધીરસિંહએ ચોખાના 314 દાણા પર શ્રીહનુમાન ચાલીસા લખવા માટે ચશ્મા કે કોઈપણ પ્રકારનો બીલોરી કાચ કે માઈક્રો પેનનો ઉપયોગ કર્યો નથી અને માત્ર સાદી લાલ બોલ પેનથી જ અત્યંત બારીકાઈથી ચોખાના દાણા ઉપર શ્રી હનુમાનજી ચાલીસાનું સૂક્ષ્મ લખાણ કર્યું છે.

લગ્ધીરસિંહ ખેંગારસિંહ ગોહિલએ ધોરણ 12 કોમર્સ પછી ઈતિહાસ વિષયમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન સુઘીનો નો અભ્યાસ પૂર્ણ કર્યાબાદ તેઓએ ધોળકાની આર.વી. શાહ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સમાં વર્ષ 2021માં આર્ટ ટીચર ડિપ્લોમા પૂર્ણ કર્યું હતું.

હાલમાં મે-2022માં તેમણે 314 ચોખાના દાણા ઉપર ગુજરાતી ભાષામાં હનુમાન ચાલીસા લખી નામ રોશન કર્યું છે, આ કૃતિને ગુજરાત બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું સાથેજ મેજીક બુક ઓફ રેકોર્ડ દ્વારા બેસ્ટ અચિવર્સ 2022નો એવોર્ડ પણ મેળવ્યો છે.