માળી સમાજના ૨૨ માં સમૂહ લગ્નમાં ૬૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા..
આ દંપતીઓને આશીર્વાદ આપવા ડીસાના યુવા ધારાસભ્ય પ્રવીણ માળી, દિયોદર ના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, પૂજ્ય છોગારામ બાપુ, નાયબ કલેકટર દલપતભાઈ ટાંક, ગુજરાત વેર હાઉસિંગ પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકા ના પ્રમુખ રાજુભાઈ ઠક્કર...
સમૂહ લગ્નના મુખ્ય દાતા ફુલચંદભાઈ કચ્છવા, જી. એસ.પરિવારના મફતલાલ માળી, ભરતભાઈ દેવડા સહીત દાતાઓ અને રાજકીય સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
આ સમૂહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય પ્રવીણ માળીએ આશીર્વાદ આપ્યા હતા..
દીકરી પરણીને તમારા ઘરમાં આવે ત્યારે વહુ નહિ પણ દીકરી તરીકે રાખજો સાથે દીકરીઓને પણ સાસુ સસરાને મા બાપ જેમ રાખવા માટે સલાહ આપી હતી.
સમાજના કુરિવાજો દૂર કરવા, શિક્ષણનો વ્યાપ વધારવા, સહીત નવયુગલોનું જીવન સુખમય પસાર થાય તેવા આશીર્વાદ આપ્યા હતા
તો છોગારામ બાપુએ પણ નવયુગલો ને આશીર્વાદ આપ્યા હતા...