પ્રભાસ પાટણ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૨૪૨૨૦૨૪૭/૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજરોજ તા .૦૫ / ૦૨ / ૨૦૨૩ ના રોજ અમરેલી એસ.ટી.બસ સ્ટેશન મુકામેથી મજકુર આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને ગીરસોમનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપી ઉપર મોટર સાયકલ ચોરીના ઘણા ગુનાઓ હોય અને તે ગુનાઓના કામે નામ.કોર્ટમાં હાજર રહેતો ન હોય , જેથી મજકુર આરોપીના નામ.સિવિલ કોર્ટ , વેરાવળના ત્રણ પકડ વોરંટ , તાલાલા કોર્ટના બે પકડ વોરંટ અને ગોંડલ કોર્ટમાંથી બે પકડ વોરંટ એમ કુલ સાત પકડ વોરંટ ઇસ્યુ થયેલ હતાં .
પકડાયેલ આરોપીની વિગતઃ રાકેશ ઉર્ફે રાકલો અમરાભાઇ સોલંકી , ઉં.વ .૩૧ , રહે.મુળ બાંભણીયા , તા.વડીયા , જિ.અમરેલી હાલ રહે.જુનાગઢ , ફકીરવાડો , મજેવડી દરવાજાની સામે .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા પો.સ.ઇ. વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ. એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ , મનિષભાઇ જોષી , પોપટભાઇ ટોટા તથા પો.કોન્સ . રાહુલભાઇ ધાપા , નિકુલસિંહ રાઠોડ , ભાવિનગીરી ગૌસ્વામી , અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી