કામરેજના સાંકરી ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દક્ષિણ ગુજરાત સંભાગ અંતર્ગત શિક્ષક સ્નેહ મિલન કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જે મિલન બેઠક રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંગઠન મંત્રી સરદારસિંહ મછાર,માધ્યમિક વિભાગ અધ્યક્ષ મુળજીભાઈ ગઢવીની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી.નવસારી,તાપી,ભરૂચ તેમજ સુરત જિલ્લાના હોદ્દેદારો બેઠકમાં હાજર રહ્યા હતા.બેઠકની શરૂઆત સ્વામિનારાયણ મંદિરના પ.પૂ.કોઠારી પુણ્યદર્શન સ્વામી દ્વારા આધ્યાત્મિક જીવન સહિત વ્યસન મુક્તિ વિશે માહિતી આપવામાં આવી હતી.બેઠકમાં પ્રાથમિક,માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સરકારી સંવર્ગના અધ્યક્ષનું મુળજીભાઈ ગઢવીએ શાબ્દિક પ્રવચન કરી આવકાર્યા હતા.ત્યારે અધ્યક્ષ મૂળજીભાઈ ગઢવીએ વહીવટી કામગીરીને સરળ બનાવવા માટેના ઉપાયો સૂચવ્યા હતા.સરકારી સંવર્ગ અધ્યક્ષ મનીષભાઈ ચૌહાણ,મહામંત્રી ધવલભાઈ ચૌહાણ,સંગઠન મંત્રી રજનીકાંત ચૌહાણ તેમજ મહિલા મંત્રી ધર્મિષ્ઠાબેનનું પુસ્તક તેમજ ફૂલ હાર વડે અભિવાદન કરવામાં આવ્યું હતું.ગુજરાત રાજ્ય કોષાધ્યક્ષ અને તાપી જિલ્લા અધ્યક્ષ ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા ગૂગલશીટ માધ્યમથી વધુમાં વધુ શિક્ષકોને ભેગા કરી શકાય અને માર્ગદર્શન મળે એ માટેના પ્રયત્નો દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.બેઠકના અંતે કાર્યક્રમ સમાપન વિધી તાપી જિલ્લા કોષાધ્યક્ષ અભિષેક ઓઝા દ્વારા કરવામાં આવી હતી.