બનાસકાંઠામાં અવારનવાર અનેક અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. જેમાં એક ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લાના રાણપુર નજીક કારને કાળમુખો અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત નીપજ્યા હતા. સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત કેવી રીતે થયો, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે,
બનાસકાંઠામાં ભયાનક અકસ્માત રાણકપુર હાઇવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે થયેલી અકસ્માતમાં ચાર લોકોના મોત

