મોટા મગરમચ્છને છોડી નાની માછલી પકડી સંતોષ માનતુ જવાબદાર તંત્ર

વલ્લભીપુર શહેરમાં છેલ્લા લાંબા સમય થી અનાજ માફીયાઓ દ્વારા સરકારી અનાજ નું ખુલ્લે આમ ખરીદી ચાલુ છે ત્યારે આજે મામલતદાર દ્વારા એક ઈસમની અનાજના જથ્થા સાથે અટકાયત કરવામાં આવી હતી , સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ વલ્લભીપુર શહેરમાં અંગણવાડીમા સરકાર દ્વારા બાળ ભોગ , બાલશક્તિ, માતૃશક્તિ , ના પેકેટ જરૂરિયાતમંદ મહિલાઑ ને આપવા માટે અપાઈ છે પરંતુ આ પોષણયુક્ત ખોરાક ગરીબ મહિલાઓ સુધી પહોંચવાના બદલે અનાજ માફિયા અને જવાબદાર તંત્ર ચાવ કરી જઈ મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે , હાલ મામલતદાર દ્વારા એક ઈસમ ને 600કિલો ચોખા,30કિલો ઘઉં,બાળશક્તિના 123 પેકેટ,માતૃશક્તિના16 પેકેટ,પૂર્ણશક્તિના 51પેકેટ સથે મારૂતી સુઝુકીની કેરી મળી કુલ 625889 મુદ્દા માલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ , તંત્ર મોટા મગરમચ્છોને છોડી નાની માછલીઓને પકડી સંતોષ માની રહ્યું હોય તેમ લાગી રહ્યું