સાવરકુંડલા ની સંગીરાને ઉઠાવી જઈ બળાત્કાર કરનાર રાણીગામના કિશોર ઉર્ફે કીસલા વાળાને અંતિમ શ્વાસ સુધી જેલ સજા ઉપરાંત ૬૦ હજારનો દંડ ફટકારતી સાવર કુંડલા સેશન્સ કોર્ટ
સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર આવેલ વાડીમાં રહેતી ૧૪ વર્ષની ઉંમરની સગીરાને લલચાવી ફોસલાવીને સગીરાને ભગાડી તેની સાથે બળાત્કાર કરી શરીર સબંધ બાંધનાર આરોપી ૨૨ વર્ષીય યુવાન કિશોર વાળા ઉર્ફે કિસલાને સાવરકુંડલાના એડીશનલ સેશન્સ કોર્ટે ૧૪ વર્ષ અને ૫ માસની સગીર વયની યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી લઇ જઈ ને તેના ઉપર તેઓની ઈચ્છા અનિચ્છા એ તેઓની મરજી વિરૂધ્ધ ઉપલેટાની વાડલા ગામની મિલમાં અવારનવાર શરીર સબન્ધ બાંઘી બળાત્કાર કરેલ હોય જે બાબત નો કેસ સાવરકુંડલા સેશન્સ કોર્ટમાં ચાલતો હોય નામદાર એડી. સેશન્સ કોર્ટ,સાવરકુંડલાએ સાવરકુંડલામાં સગીરાનું અપહરણ અને બળાત્કારના પોક્સોના ગુનામાં જિલ્લા સરકારી વકીલ વિકાસ વડેરાની દલીલ અને રજુ થયેલ પુરાવાઓને માન્ય રાખતા સાવરકુંડલાના એડીશનલ સેશન્સ જજ શ્રી ભુમિકાબહેન ચંદારાણાએ અપહરણમાં પાંચ અને દસ વર્ષની સજા : કુલ રૂા . ૬૦ હજારનો દંડ આરોપી કિશોર વાળાને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી.હતી
સગીરાનું અપહરણ કરી ગયા પછી આરોપી સાત મહીને પોલીસના હાથમાં આવ્યો હતો
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી