સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલ નાકા સત્તાધીશો દ્વારા આવતી કાલ 5 ફેબ્રુઆરી રવિવારથી કોમર્સીયલ સહિત લોકલ વાહન ચાલકો માટે ટોલ વસુલાત ફરજિયાત કરી દેવાનું એલાન કરવામાં આવ્યું હતું.ત્યારે શુક્રવારના રોજ સ્થાનિકો સહિત અન્ય વાહન ચાલકો દ્વારા ટોલ નાકા પર મોરચો માંડી દેવાયો હતો.ચક્કા જામની પરિસ્થિતિ સહિત ચોર્યાસી ટોલનાકા ખાતે વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.જિલ્લા ટ્રાફિક સહિત સ્થાનિક પોલીસ ટુકડીઓ દ્વારા પરિસ્થિતિ થાળે પાડવામાં આવી હતી.પરંતુ કોઈ ચોક્કસ નિવેડો આવી શક્યો ના હતો.ત્યારે ફરી આજ રોજ કામરેજ DYSP બી.કે વનાર સહિત પી.આઇ આર.બી ભટોળ,સ્થાનિક રહીશો વાહન ચાલકો સહિત ટોલ પ્લાઝા અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી.જેમાં આવનાર 10 મી ફેબ્રુઆરી સુધી લોકલ વાહનો માટે ટોલ મુક્તિ આપવામાં આવી છે.લોકલ વાહન ચાલકોએ પોતાના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે.તેમજ બેઠકમાં હાજર ટોલ પ્લાઝા અધિકારીઓ પોતાના ઉપરી અધિકારીઓ સાથે વિચાર વિમર્શ બાદ જ 10 ફેબ્રુઆરી પછી નવા નિયમ વિશે જણાવશે.એવી માહિતી જાણવા મળી હતી.(બેઠકમાં ઉપસ્થિત સ્કાયલાર્ક ઇન્ફ્રા.એન્જી.પ્રા.ના જી.એમ અશોક યાદવે જણાવ્યું હતું કે મિટિંગમાં હાજર સ્થાનિક વાહન ચાલકો દ્વારા તેમને ટોલ મુક્તિ આપવામાં આવે એવી રજૂઆત હતી.પરંતુ તેમણે જણાવ્યું હતું કે સ્થાનિકો દ્વારા જમાં કરાવેલા ડોક્યુમેન્ટની ચકાસણી બાદ પણ ટોલ મુક્તિ મળશે જ એ વિશે મારી પાસે કોઈ સત્તા નથી.જે કોઈ પણ નિર્ણય લેવાશે એ ઉપરી અધિકારીઓ જ લઈ શકશે)

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |