દેવોના એન્જિનિયર : (વિશ્વકર્મા જયંતિ)

વદ સૂત મહાવિદ્યા વિશ્વકર્મેણ નમ:

વદ સૂત મહાવિદ્યા વિશ્વકર્મ સ્વરુપિણી

યેનવ સ્વર્ગ 

ભગવાન શ્રી વિશ્વકર્માની મહાવિદ્યાને પ્રભુનું જ સ્વરૂપ માનવામાં આવે છે જેનાથી મનુષ્ય પોતાના ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન વિશ્વકર્માજીના અતિ પાવન અને ગુપ્તજ્ઞાનને જાણવાની સૌને ઈચ્છા છે. વિશ્વકર્મોપનિષદ જે પ્રભુનું જ સ્વરૂપ છે તેનું જ્ઞાન અને સ્મરણ કરવું સર્વઈચ્છા પૂર્તિનું સાધન છે.

આદિકાળમાં સમસ્ત દેવતા ગણ અને દેવર્ષિ, બ્રહર્ષિ, મહર્ષિ, રૂષિ અને મુનિગણ સમસ્ત એકત્રિત થઈને સુષ્ટિના અનેક કાર્યો માટે વિચાર કરી રહ્યાં હતાં. એ પ્રસંગે ભગવાન શ્રી વિશ્વકર્માજીએ સમ્પૂર્ણ કાર્યકલાપોથી દેવગણ અને ઋષિમુનિ અત્યંત પ્રસન્ન થયાં ત્યારે બધાએ ભગવાન શ્રી વિશ્વકર્માજીને સાદર નમસ્કાર કરીને તેમની વંદના કરી.*

એ સમયે બ્રહ્માદિક દેવતાઓના મુખમાંથી ભગવાન વિશ્વકર્માજી સંબંધિત જે બ્રહ્મ અથવા વચનામૃતોનો ઉદ્દગમ થયો હતો તે વિશ્વકર્માપનિષા પરમ ક્રૂપાળુ સુષ્ટિકર્તા ભગવાન શ્રી વિશ્વકર્માજી સ્વયં દૈદીપ્યમાન તેજસ્વરૂપ અને સ્વયં પ્રકાશ છે. તેમનું ધ્યાન શાંતિ પ્રદાન કરનારું છે.

*શિલ્પ-સ્થાપત્ય તથા ઈજનેરી વિદ્યાનો પૃથ્વી પર પાયો નાખનાર વિશ્વકર્મા છે. કૃષ્ણ ભગવાન માટેની અલૌકિક નગરી દ્વારિકાનું નિર્માણ કરનાર, પાંડવો માટે ઈન્દ્રપ્રસ્થ, ધૃતરાષ્ટ્ર માટે હસ્તિનાપુર, રાવણની સોનાની લંકાનું નિર્માણ કરનાર વિશ્વકર્મા તો હતા. તેમણે શ્રી વિષ્ણુનુ સુદર્શન ચક્ર, શિવજીનુ ત્રિશૂળ, ઈન્દ્રનું વજ્ર અને રથ, શસ્ત્ર-અસ્ત્ર આભૂષણો અને વિમાન બનાવ્યા હતા. લંકા સુધી પહોંચવા માટે શ્રી રામે રામસેતુ માટે વિશ્વકર્માની મદદ માંગી હતી. આથી વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ નલ અને નીલે રામસેતુનું નિર્માણ કર્યુ હતુ. વિશ્વકર્મા એટલે દેવોના ઍંજિનિયર.*

આ ઉપરાંત તેમણે 14 બ્રહ્માંડની રચના કરી હતી. તમામ લોક, વાયુમંડળ, કૈલાસ, વૈકુંઠ, બ્રહ્મપુરી, ઈંદ્રપુરી, સ્વર્ગ, પૃથ્વી, પાતાળના નાગલોક વગેરેનું સર્જન કર્યું હતુ.*

*ઉં વિશ્વકર્મેળ' આ છ: અક્ષરનો મંત્ર છે. 'ઉં વિશ્વકર્મેળ નમ:' આ અષ્ટાક્ષર મંત્ર છે. આ અષ્ટાક્ષર મંત્રથી જો કોઈ ભક્ત પ્રભુ શ્રી વિશ્વકર્માજીનું ધ્યાન, અનુષ્ઠાન, પુરશ્ચરણ કરે છે તે મનુષ્ય પોતાની ઈચ્છા મુજબનું ફળ પ્રાપ્ત કરે