હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દ્વારા આગાહી અનુશાર ફેબ્રુઆરી મહિનામાં પણ વારંવાર પશ્ચિમ વિક્ષેપ આવશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં બર્ફીલી ઠંડી પડશે. જેના કારણે જનજીવન પ્રભાવિત થશે. 4 થી 7 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે. જેના કારણે હવામાનમાં પલટો આવશે. તેમજ ગુજરાતના દરિયા કિનારાના ભાગોમાં મહત્તમ તાપમાન 25થી 26 ડિગ્રી રહેશે. 12થી 14 ફેબ્રુઆરીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. અને 17થી 20 ફેબ્રુઆરીના હવામાનમાં પલટો આવશે. આ દરમિયાન ગરમીનો અહેસાસ થશે અને રાત્રે ઠંડી લાગશે. એટલે કે, બેવડી ઋતુનો અહેસાસણ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં બર્ફીલા પવનનોને કારણે ખેતીમાં અસર થશે. 22થી 23 ફેબ્રુઆરીના ફરી હિમ વર્ષા થશે. જેની અસર વાતાવરણ પર જોવા મળશે. 24થી 26માં ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.રાજ્યના વાતાવરણ પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. વાતાવરણની અસર કૃષિ પાક પર પડી રહી છે. શિયાળામાં વરસાદ થતાં શિયાળુ પાકને નુકસાન થવાની ચિંતા સતાવી રહી છે. પરંતુ હવામાન નિષ્ણાતનું માનવું છે કે સાથે જ ફેબ્રુઆરીમાં પણ વાતાવરણમાં વારંવાર પલટો જોવા મળશે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं