લાખણી (મેરૂજી પ્રજાપતિ)

લગ્નેતર સંબધો ચારિત્ર્ય હનન, આડા સંબંધોનું દુષપરિણામ કરૂણ અંજામ આપતા હોય છે.ત્યારે ૩૦/૩૧જાન્યુઆરીની રાત્રે લાખણી તાલુકાના નાંદલા ગામમાં આવેલ એક બંધ રહેણાંકની ઓસરીમાં સળગી ગયેલી હાલતમાં એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવેલ જે બાબતે મૃતક ના ભાઈએ ફરિયાદ નોંધાવી છે.

નાંદલા ગામે સલગાવાયેલ લાશ મળતા અનેક તર્કવિતર્ક વહેતા થયેલ ત્યારે મરણ જનાર પ્રેમાભાઈ નાનજીભાઈના ભાઈ જયરામભાઈએ આગથળા પોલિસ સ્ટેશને ઇ.પી.કો.કલમ૩૦૨,૨૦૧,૫૦૬'૧,૩૪મુજબ મરણ જનારની પત્ની પૂનમ વજીર અને રાહ ગામના દેવા વેલા પટેલે હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે.

નાંદલા ગામે પટેલ પીરાભાઈ રૂપાજી નું બંધ હાલતમાં આવેલ મકાનની ઓસરીમાં સળગી ગયેલી હાલતમાં અજાણ્યા શખ્સની લાશ મળી આવતા મકાનમાલીક પીરાભાઈ એ આગથળા પોલીસમાં જણાવેલકે. નાંદલાગામમાં આવેલ બંધ મકાનમાં બોરનીમોટર બાંધવાનું કામકરૂં છું. મારે ત્યાં મોટર બાંધવાનું કામ કરતા પ્રેમાભાઈ નાનજીભાઈ પટેલ કોઈ દિવસ મોડું થાયતો ત્યાં રોકાતા જે બેદીવસથી આવતા નહતા જ્યારે મંગળવારે સવારે મારા બંધ મકાનની ઓસરી માં સળગી ગયેલ લાશ પડી હોવાની પોલીસ સ્ટેશને જાણ કરેલ.બનાવ અંગે પ્રેમાભાઈના ભાઈઓ પરિવારને નોખા રામપુરા તા. દિયોદર વાળાઓને જાણ કરાયેલ પરંતુ લાશની ઓળખન થવાને કારણે ફરિયાદ નોંધાવેલ નહતી પોલીસે તપાસ હાથ ધરી મૃતક ની લાશ અમદાવાદ પી.એમ.માટે મોકલેલ. જેમાં પ્રેમાભાઈને પગમાં ફેક્ચર થયેલ હોય પગમાં નખાયેલ સ્ટીલના રોડ થકી ઓળખ છતી થયેલ. પ્રેમા ભાઈ દિયોદર તાલુકાના નોખા રામપુરા ગામનો હોવાનું અને ધાનેરા ખાતે પત્ની પુમન અને બે બાળકો સાથે રહેતો હતો. જેમાં ૭વર્ષનોપુત્રઅને પાંચ વર્ષની પુત્રી હતા.રાહ ગામના દેવા વેલા કાંદળી પટેલ ડ્રાયવિગ કરતો હતો તેને મૃતકની પત્ની સાથે આડા સબંધ હોવાને કારણે આડા સંબધો માં અડચણ બનતા પ્રેમાભાઈને છએકમાસથી પૂનમ અને દેવાપટેલ રસ્તામાં થી હટી જવા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. ૩૦/૩૧જાન્યુઆરીના પ્રેમભાઈ નાંદલા પીરાભાઈ પટેલના બંધ મકાનની ઓસરીમાં સુઇ રહેલ ત્યારે રાત્રીનાસુમારે ઊંઘતા પ્રેમભાઈ પટેલને દાબી કોઈ પણ પ્રકારે બેહોશ કરી ગાદલા,કોથળા,પ્લાસ્ટિક જેવી ચીજો વડે સળગાવી બોડી ન ઓળખાય તેરીતે સળગાવી નાખ્યા ની ફરિયાદ નોંધાવતા આગથળા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળેલ. 

આગથળા વિસ્તારમાં નાંદલા ગામે બનેલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર, બનાસકાંઠા 

શ્રી જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષકશ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓએ જીલ્લામાં કોઇ ગંભીર પ્રકારનો ગુનો બને તો તાત્કાલીક સ્થળ પર પોહચી અનડીટેક ગુનો ડીટેક કરવા તથા આરોપીઓ પકડી પાડવા માટે સુચના કરેલ હોય.જે સુચના અન્વયે શ્રી એસ.ડી.ધોબી પોલીસ ઇન્સ્પેક્ટર તથા શ્રી એ.બી.ભટ્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર નાઓના માર્ગદર્શન મુજબ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન ઇન્ટેલીજન્ટ તથા ભરોસાના બાતમીદારો થકી બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી આગળની કાર્યવાહી માટે આગથળા પોલીસ સ્ટેશન શોપવામાં આવેલ છે. 

કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારી

પી.એલ.આહીર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી પાલનપુર

હેઙકોન્સ નરેશભાઇ લક્ષ્મણભાઇ એલ.સી.બી. પાલનપુર,હેઙ.કોન્સ. ઇશ્વરભાઇ હરસીગાભાઇ એલ.સી.બી. પાલનપુરહેઙ.કોન્સ. અરજણાજી સ્વરૂપાજી એલ.સી.બી. પાલનપુર,હેઙકોન્સ મુકેશભાઇ ડાયાભાઇ એલ.સી.બી. પાલનપુર,પો.કોન્સ  અશોકભાઇ હિરાભાઇ એલ.સી.બી. પાલનપુર,પો.કોન્સ દશરથભાઇ હિરાભાઇ એલ.સી.બી. પાલનપુર,પો.કોન્સ કાનસીહ બળવંતસીહ એલ.સી.બી. પાલનપુર,પો.કોન્સ રાજેશભાઇ રામજીભાઇ એલ.સી.બી. પાલનપુર,પો.કોન્સ મહેશભાઇ ધુડાભાઇ એલ.સી.બી. પાલનપુર,એ.એસ.આઇ રવજીભાઇ રૂપસીભાઇ આગથળા પોલીસ સ્ટેશનઅ.હેઙકોન્સ મહેન્દ્રસીહ વસનાજી આગથળા પોલીસ સ્ટેશન