એસીબી સફળ ટ્રેપ* ફરીયાદી : એક જાગૃત નાગરિક આરોપી : જીતેન્દ્રસિંહ રામઅવતાર સીંહ ભદોરીયા બ.નં.૩૨૭ , ડ્રાઇવર આ.હે.કો. મોબાઇલ-૨ , નરોડા પોલીસ સ્ટેશન , અમદાવાદ શહેર લાંચની માંગણીની રકમ : રૂ. ૨૦૦૦/- લાંચની સ્વિકારેલ રકમ : રૂ. ૨૦૦૦/- લાંચની રીકવર રકમ : રૂ. ૨૦૦૦/- ટ્રેપ તારીખ : ૦૨.૦૨.૨૦૨૩ ટ્રેપનું સ્થળ : હંસપુરા ચાર રસ્તા , હંસપુરા પોલીસચોકી ની સામે , પુલ ની નીચે જાહેર માં , એસ.પી.રીંગરોડ , નરોડા , અમદાવાદ ટુંક વિગત : આ કામ નાં ફરીયાદી પોતાના ૩ ડમ્પર છે , અને માટી હેર-ફેર નો ધંધો કરે છે , નનરોડા પોલીસ સ્ટેશન ની હદ માંથી તેઓની ગાડીઓ પસાર થતી હોઇ દર મહીને રૂ.૨૦૦૦/- હપ્તા તરીકે આરોપી ને આપે છે , પરંતુ હમણાં થી ફરીયાદી ની ગાડીઓ શહેર નાં બહાર નાં ભાગે ફરે છે અને નરોડા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પસાર થતી નથી , તેમ છતાં આરોપી હપ્તા નીં માંગણી કરતા હતા , અને જો ના આપે તો ગમે ત્યારે ગાડીઓ ડીટેન કરાવી દેવાની ઘમકી આપતા હતા, અને આજરોજ હપતા ની રકમ આપી જવા જણાવેલ હતું . જે લાંચની / હપતા ની રકમ ફરીયાદી આપવા માંગતા ના હોઇ , એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૨૦૦૦/- લાંચ પેટે માંગી , સ્વીકારી પકડાઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબત નોંધ : ઉપરોક્ત આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે ટ્રેપ કરનાર અધિકારી : શ્રી એસ.એન.બારોટ પોલીસ ઇન્સ્પેક્ટર અમદાવાદ ગ્રામ્ય , એ.સી.બી પોલીસ સ્ટેશન સુપરવિઝન અધિકારી : શ્રી કે.બી.ચુડાસમા મદદનીશ નિયામક, એસીબી,અમદાવાદ એકમ, અમદાવાદ