મહીસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી હાથીપગાના દર્દીઓ શોધવા માટે રાત્રી સર્વેનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા મેલેરિયા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશના આરંભે સંતરામપુર, લુણાવાડા, બાલાશિનોર તાલુકાના સહિતના 12 ગામમાંથી રાત્રીના સમયે 4 હજાર જેટલા વ્યક્તિઓના લોહીના નમુના લેવામાં આવ્યા છે.જો કે આ રોગ ચેપી ન હોવાથી અન્ય કોઇ વ્યક્તિને તેની અસર થતી નથી. જિલ્લા મેલેરિયા અધિકારી ડૉ અલ્પેશ ચૌધરીએ જણાવ્યું કે ક્યુલેક્સ નામનો મચ્છર કરડવાથી હાથીપગાનો રોગ લાગુ પડે છે.હાથીપગાનો રોગ નાબુદ કરવા માટે સરકાર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે લોહીના નમુના લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ક્યુલેક્સ મચ્છરનો ઉપદ્રવ દૂષિત (ગંદા) પાણીમાં થતો હોય છે. આ મચ્છર વારંવાર કરડ્યા પછી હાથીપગાના જીવાણું શરીરમાં સંગ્રહ કરે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ જિલ્લાના તાલુકા પ્રમાણે ગામડાંની સાઇટ નક્કી કરવામાં આવી છે. તેના આધારે ઝુંબેશના આરંભે 12 ગામની અંદરથી ૪ હજાર વ્યક્તિના લોહીના નમુના વેલામાં આવ્યા છે. નક્કી કરવામાં આવેલી એક સાઇટ ઉપરથી 300 વ્યક્તિના લોહીના નમુના લેવામાં આવે છે. ૩ રૂરલ સાઇટ અને 1 અર્બન સાઈટ હાલના તબક્કે નક્કી કરાઇ છે. તેમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. લોહીના નમુના લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપવામાં આવશે. તેના પ્રૂથ્થકરણ બાદ હાથીપગાના લક્ષણો કયા અને કેટલા વ્યક્તિઓમાં જીવતા ફરી રહ્યા છે તેની જાણકારી બહાર આવશે. ક્યુલેક્સ મચ્છર કરડ્યા પછી ૧૦ વર્ષે હાથીપગો થાય દૂષિત પાણીમાં ઉપદ્રવ થતાં ક્યલેક્સ નામનો મચ્છર કરડવાથી હાથીપગાનો રોગ થાય છે. વારંવાર મચ્છર કરડ્યાના ૮થી ૧૦ વર્ષે પગનો ભાગ હાથી પગ જેવો જાડો થતો જાય છે. મચ્છર કરડ્યા પછી શરીરમાં તેના જીવાણું ફરતા રહે છે. તે નાશ પામે તે પછી રોગ દેખાવા લાગે છે. રોગના લક્ષણો જાણવા રાત્રીના સમયે જ લોહી લેવુ પડે કોઇ પણ તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં હાથીપગા રોગના લક્ષણો જાણવા માટે ખાસ રાત્રીના સમયે જ એટલે કે રાત્રે ૧૧ વાગ્યા પછી જ લોહીના નમુના લેવામાં આવે છે. તે અંગે ડૉ અલ્પેશ ચૌધરીએ જણાવ્યું કે મચ્છર કરડ્યા પછી શરીરમાં જીવાણુ લોહીમાં ફરતા થાય છે, જો કે દિવસ દરમિયાન જીવાણુ એક સ્થળે સ્થગિત રહે છે અને રાત્રીના સમયે જ લોહીના પ્રવાહમાં ભળી જતા હોય છે. માટે રાત્રે જ લોહીના નમુના લેવાયા હોય તો જ લક્ષણો જાણવા મળી શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
How To Boost Testosterone - Explained By Top Urologist Dr. Rajesh Taneja
How To Boost Testosterone - Explained By Top Urologist Dr. Rajesh Taneja
T20 World Cup 2022 Captains of Group Stage First Round | Pooran | Sanaka | Sikandar Raza
T20 World Cup 2022 Captains of Group Stage First Round | Pooran | Sanaka | Sikandar Raza
✅Foods For Healthy Heart | हार्ट के लिए संतुलित आहार |✅ Heart Healthy Diet to Prevent Heart Problems
✅Foods For Healthy Heart | हार्ट के लिए संतुलित आहार |✅ Heart Healthy Diet to Prevent Heart Problems
ड्राइविंग लाइसेंस हो सकता है जब्त, गाड़ी चलाते समय जरूर याद रखें 5 बातें
Driving Licence Rules गाड़ी चलाने वालों के लिए मोटर व्हीकल एक्ट बनाया गया है। वहीं सभी गाड़ी...