ધાનેરા તાલુકાના લવારા ગામ પાસેથી ઇક્કો ચોરાઇ હોવાની ફરિયાદ ઘાણાના શખ્સે ધાનેરા પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ કરતાં તે ઇક્કો તેના માલિકે જ ફાયનાન્સના હપ્તા ન ભરવા પડે તે માટે વેચીને ખોટી ફરિયાદ આપતાં પોલીસે ફરિયાદીને લાવી જેલના હવાલે કરવામાં આવ્યો હતો.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ધાનેરા તાલુકાના લવારા ગામ પાસેથી ઇક્કો નંબર જીજી-18-એપી-0861 ની ચોરી થઇ હોવાની ફરિયાદ તા.4 સપ્ટેમ્બર-2022 ના રોજ ધાનેરા પોલીસ મથકે ઇક્કોના માલિક મુકેશ ખાનાજી ડાભી (મેઘવાળ) (રહે.ઘાણા,તા.લાખણી) એ નોંધવતા ધાનેરા પોલીસ તપાસમાં હતી. અને તે ગાડીના આગળના કાચ ઉપર ત્રાંડવ રેકોડીંગ સ્ટુડીયો લખાણ કરેલું હતું.
જેથી બે દિવસ પહેલા એક ઇક્કો નંબર જીજે-24-એએ-1352 ને ઉભી રખાવી અને તેના કાચ ઉપર ત્રાંડવ રેકોડીંગ સ્ટુડીયોનું લખાણ કાઢી ગયા હોવાનું દેખાઇ આવતા પોલીસે આ ઇક્કો ચાલક ફિરોજભાઇને પુછતા તેણે જણાવ્યું હતું કે આ કાચ રાહ ગામે અશોકભાઇ માળી પાસે રૂપિયા આપીને નંખાવેલ છે તેવું જાણવા મળતા પોલીસે રાહ ગામે તપાસ હાથ ધરી હતી.
જેમાં જાણવા મળ્યું કે ગાડીના માલિકે આ ઇક્કોના ફાયનાન્સના હપ્તા ના ભરવા પડે, કોઇ ગુનાહિત પ્રવૃતિમાં ન વાપરવા તેમજ કોઇ જગ્યાએ અકસ્માત ન કરવાની ગેરંટી સાથે આ ગાડી વેચાણથી આપી હતી. જેથી પોલીસે આ ગાડીના માલિક અને ફરિયાદી મુકેશ ખાનાજી ડાભી (મેઘવાળ) ને પકડી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો. જેથી પોલીસે ખોટી ફરિયાદ દાખલ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવા બદલ જેલના હવાલે કર્યો હતો.