આજે સવારે 11 વાગ્યાથી દેશના રજૂઆત શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં શિક્ષણ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. બજેટ રજૂ કરતાં તેમણે જાહેરાત કરી છે કે સરકાર આગામી નાણાકીય વર્ષમાં નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ખોલશે, તેની સાથે શિક્ષકોની તાલીમ માટેની સંસ્થાઓ પણ ખોલવામાં આવશે. આ સાથે સરકાર આદિવાસીઓની શિક્ષણ યોજના પર વિશેષ ધ્યાન આપવા જઈ રહી છે. નાણામંત્રીએ જાહેરાત કરી કે સરકાર નાણાકીય વર્ષ 2023-24માં આદિવાસીઓ માટે વિશેષ શાળાઓ ખોલશે અને આ માટે સરકારે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.