અર્બુદા રજત જયંતિ મહોત્સવ માં યોજાનારા સૌથી મોટા સહસ્ત્ર ચંડી 108 કુંડી યજ્ઞને લઈને આજે માં નો મહાપ્રસાદ બનાવવા માટે બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો 5,000 થી વધુ મહિલાઓ હાજર રહી લાડુ બનાવવાની શરૂઆત કરી હતી. આ મહાપ્રસાદ બનાવવા માટે ની જે તમામ કામગીરી હતી તે તમામ મહિલાઓ દ્વારા જ કરવામાં આવી હતી
મા અર્બુદા માતાજીનાં રજત જયંતિ મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ મહોત્સવને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૌથી મોટા યોજનારા આ યજ્ઞને લઈને થોડા દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના ચૌધરી સમાજની પાંચ હજારથી વધુ બહેનોએ યજ્ઞશાળામાં પણ લીંપણ નું કામ કર્યું હતું. ત્યારબાદ 5000 જેટલી મહિલાઓએ જવારા વાવી અને ઉત્સાહથી આ કામમાં ભાગ લીધો હતો.