અમદાવાદ શહેરમાં ૨૬મી જાન્યુઆરીના દિવસે જાહેર જગ્યાઓએ બોમ્બ મુક્યા અંગેની ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

કચેરી ખાતે ગઇ તા.૨૪/૦૧/૨૦૨૩ ના રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની કાગળ મળેલ જેમાં 786, લખી તે નીચે 26 જનવરી કો અહમદાબાદ મેં તબાહી અગર બસસ્ટેશન, લાંભા મંદીર, કાંકરીયા પાર્ક ઇન સબ જગહ પર બમ્બ ફટેગા 26 જનવરી 2023 સમય 11:00 બજે દિન મે” ઓમપ્રકાશ પાસવાન મો.નં.8700694729 એ રીતેનુ લખાણ લખેલ હતુ. અહમદાબાદ

ભુતકાળમાં અમદાવાદ શહેરમાં આ પ્રકારના શ્રેણીબંધ બોમ્બ બ્લાસ્ટ થવા પામેલા, જેથી આ પ્રકારની પ્રવૃતીમાં કોઇ આંતકવાદી પ્રવુતી અગર કોઈ વિધ્વંશક તત્વો સંડોવાયેલ છે કે કેમ? તે દિશામાં તપાસ કરવી જરુરી હોય, આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ, આ ધમકી ભર્યા પત્રમાં દર્શાવેલ તમામ જગ્યાઓએ, પુરતી તકેદારીના ભાગરૂપે ક્રાઇમ બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન તથા બી.ડી.એસ.ની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવેલ. જે દરમ્યાન ધમકીવાળા પત્રમાં જણાવ્યા મુજબની જગ્યાઓએ કોઈ બોમ્બ અગર વિસ્ફોટક સામાન મળી આવેલ નહી.

આ પત્રમાં, આ પ્રકારની ગંભીર બાબત દર્શાવેલ હોય, જેથી આવો પત્ર મોકલનાર વ્યક્તિ બાબતે તપાસ કરી, આવી હરકત કરનાર વ્યક્તિ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારુ, પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેરનાઓ ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા જણાવેલ જે આધારે સંયુક્ત પોલીસ કમિશ્નરશ્રી, તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલ સુચના મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઇ.શ્રી એ.ડી.પરમાર તથા પો.સ.ઈ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી બી.યુ.મુરીમા તથા પો.સ.ઈશ્રી પી.એચ.જાડેજા નાઓએ આ બાબતે ખુબજ ઝીણવટપુર્વક તપાસ હાથ ધરેલ.

ઉપરોક્ત પત્રમાં લખેલ ઓમપ્રકાશ નામ આધારે ખાનગી રાહે તેમજ ટેકનીકલ સોર્સીસની મદદથી તપાસ હાથ ધરવામાં આવેલ. દરમ્યાન આ ઓમપ્રકાશ નામનો વ્યક્તિ, મહારાણા પ્રતાપ સોસાયટી પાસે, ચંડોળા તળાવ ઇસનપુર અમદાવાદ ખાતે રહેતો હોવાનુ જણાઈ આવતા, જે જગ્યાએ તપાસ કરતા તેના ભાઇઓ શ્યામબહાદુર દશરથ પાસવાન તથા શ્યામપ્રસાદની પત્નિ હેમા તથા બીજા ભાઇ ધનંજય દશરથ પાસવાન મળી આવતા જેઓની પુછપરછ કરતા ઓમપ્રકાશ પોતાનો નાનો ભાઇ થતો હોવાનુ અને તેઓનુ મુળવતન ગામ-દેવરાર તા.બાંસડી જી.બલીયા ઉત્તરપ્રદેશનુ હોવાનુ અને આ ઓમપ્રકાશ તા.૨૨/૦૧/૨૦૧૩ ના રોજ દસ દિવસ માટે પોતાના વતનમાં જવા સારૂ અમદાવાદથી સાબરમતી એક્ષપ્રેસ ટ્રેન મારફત નીકળેલ હોવાનુ જણાઇ આવેલ.આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવવામાં આવેલ અને એક ટીમ ઉત્તરપ્રદેશ રાજ્યના બલીયા જીલ્લા ખાતે મોકલી આપવામાં આવેલ. તેમજ બિજી એક ટીમને દિલ્હી ખાતે મોકલી આપવામાં આવેલ. જ્યારે બાકીની ટીમો અમદાવાદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં ખાનગી રાહે તપાસમાં રહેલ.

આ બનાવની ઝીણવટપુર્વકની સઘન તપાસ દરમ્યાન આ ગુન્હો કરવામાં આશિષકુમાર ઉર્ફે સોનુ સંતોષકુમાર દુસાધ નામના વ્યક્તિની સંડોવણી હોવાનુ જણાઈ આવેલ. જેને અમદાવાદ પાસેના બારેજા ખાતેથી શોધી કાઢવામાં આવેલ.જેની પુછપરછ કરતા પોતે ઓમપ્રકાશની ભાભી સાથે છેલ્લા એક વર્ષથી એકતરફી પ્રેમમાં હોય, જે બાબત ઓમપ્રકાશના ધ્યાનમાં આવતા તેણે ફોન ઉપર પોતાની ભાભી સાથે સબંધ નહી રાખવા જણાવી પોતાની સાથે ઝગડો કરી ગાળો આપેલ હોય, જેથી પોતે આ ઓમપ્રકાશ ઉપર ખુબ ગુસ્સે હોય, તેને મનોમન ખોટા કેસમાં ફસાવી દેવાનુ નક્કી કરી, ગઇ તા.૨૦/૦૧/૨૦૨૩ ના રોજ પોતાના વતનમાંથી અમદાવાદ ખાતે આવેલ અને રેલ્વે સ્ટેશનની સામે, ઝેરોક્ષની દુકાનોમાંથી કાગળ તથા કવર તથા પોસ્ટ ઓફીસમાંથી સ્ટેમ્પ ટીકીટ ખરીદી કાલુપુર રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર બેસી પોતાના સ્વહસ્તે ઉપરોક્ત લખાણવાળો પત્ર લખી તે નીચે ઓમપ્રકાશનું નામ તથા મોબાઇલ નંબર લખી કવર ઉપર પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેરનુ સરનામું લખી. રેલ્વે સ્ટેશન સામેના પોસ્ટના ડબ્બામાં નાખેલ હોવાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ અત્રેની શાખા ખાતે તા.૩૦/૦૧/૨૦૨૩ ના રોજ ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૦૨૪/૨૦૨૩ ધી ઈપીકો કલમ-૧૯૩, ૫૦૫(૧)(બી), ૫૦૬(૨), ૫૦૭ મુજબનો ગુનો રજીસ્ટર કરી, આરોપી આશિષકુમાર ઉર્ફે સોનુ સ/ઓ સંતોષકુમાર પારસનાથરામ જાતે-દુસાઘ ઉ.વ.૩૪ હાલ-રહે-બી.વિંગ કોલોની, ચિરીપાલ કંપનીની અંદર, બારેજા ગામની પાસે જી.ખેડા મુળવતન ગામ-ચંદ્રપુરા પોસ્ટ/થાના- બાંસડીહરોડ તા.જી.બલિયા ઉતરપ્રદેશની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.

આરોપી આશિષકુમાર ઉર્ફે સોનુ તેના વતન બલિયા ઉત્તરપ્રદેશ ખાતેથી આઈ.ટી.આઈ(ફીટર) તથા ઈલેકટ્રોનીક એન્જીનિયરનુ એક વર્ષ એ રીતેનો અભ્યાસ કરેલ છે. તેમજ અગાઉ ચારેક વર્ષ સુરત કિંમ ખાતે આવેલ સિસ્કો ઈન્ડસ્ટ્રીઝમાં ફીટર તરીકે નોકરી કરેલ છે. તેમજ માનેસર હરીયાણા ખાતે એ.એસ.કે.ઓટોમોટીવ કંપનીમાં કોર્ટીંગ ઓપરેટર તરીકે છએક મહીના નોકરી કરેલ છે. તેમજ બલીયા ખાતે ગાયત્રી ડાયગ્નોસ્ટીક સેન્ટર તથા મિશ્રા પેથોલોજી-બલીયા ખાતે પી.આર.ઓ તરીકે નોકરી કરેલ છે. અને આ ઓમપ્રકાશની ભાભી પોતાના દુરના સગામાં થાય છે, અને પોતે બલીયા ખાતે નોકરી કરતો હતો ત્યારે આ ઓમપ્રકાશ તેની ભાભી સાથે ઓમપ્રકાશની પથરીની સારવાર કરાવવા સારૂ પોતાની પાસે આવતા પોતે ઓમપ્રકાશને જીલ્લા હોસ્પીટલ બલિયા ખાતેથી સારવાર અપાવેલ ત્યારે અરસ-પરસ મોબાઈલ નંબર આપેલ. અને આ પછી તેઓ સાથે વધુ પરીચયમાં આવેલ અને પોતે ઓમપ્રકાશની ભાભીના એકતરફી પ્રેમમાં પડેલ જેથી પોતે ઓમપ્રકાશની ભાભી સાથે કોઇપણ બહાને ફોન કરી વાતચીત કરતો હતો. જે આરોપીની વધુ પુછપરછ પો.ઇન્સ.શ્રી એ.ડી.પરમાર તથા પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ નાઓ ચલાવી રહેલ છે.

બાયટ : ચૈત્નય માંડલિક ( ડી સી પી ક્રાઈમ ) 

Sms news social media sandesh

Ravi B. Meghwal