વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે જયાં તેઓ એક બાદ એક વિકાસના કાર્યોનું લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લો મૂકી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગુજરાત મુલાકાત રાજ્કીય પંડિતો દ્રારા ચૂંટણીલક્ષી મુલાકાત પણ માનવામાં આવી રહી છે. ગતરોજ તેઓ અમદાવાદની ધરતી પર પધાર્ય હતા જયાંથી 6 છેલ્લા 6 મહિનાથી તૈયારી થયેલો અને અમદાવાદીઓ માટે નવું નજરાણું સમાન અટલ બ્રિજનું ઇ-લોકાર્પણ કર્યુ હતું 28 ઓગસ્ટે બ્રિજની મજા માણવા અમદાવાદીઓ સવારથી ઉમટી પડ્યા હતા અને લોકોમાં અટલ ફૂટ બ્રિજ આર્કષણનું કેન્દ્ર બન્યુ છે આજે રવિવાર એટલે રજાનું દિવસ હોવાથી મોનિગ વોક કરવા આવતા લોકોનું ભારે ધસારો બ્રિજ ઉપર જોવા મળ્યુ હતું બ્રિજની આંતરરાષ્ટ્રીય કક્ષા પ્રમાણે અભૂતપૂર્વ ડિઝાઇનથી લોકો પ્રભાવિત જોવા મળ્યા હતા.

અમદાવાદનું અટલ ફૂટ બ્રિજ શહેરની શોભા ચાર ચાંદ લગાડ્યા છે અને રાત્રિ દરમિયાન તેનું નજારો મન મોહી લે તે પ્રકારે એલ ઇ ડી લાઇટથી ઝળહળતું અને સમ્રગ રિવરફન્ટ્ર પર હીરાની જેમ ચમકતું નજરાણું જોવા લોકો રાત્રે ઉમટી પડ્યા હતા હાલ અટલ ફૂટ ઓવરબ્રિજને લઇ અમદાવાદીઓ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હજારોની સંખ્યામાં લોકો બ્રિજની મુલાકાત માટે પહોંચી રહ્યા છે

75 કરોડના ખર્ચે બનાવામાં આવેલુ અટલ ઓવર બ્રિજ પૂર્વ અને પશ્રિમ અમદાવાદને જોડતો બ્રિજ છે જેમાં 2600 ટન લોખંડની ઉપયોગા સાથે 300 મીટર લંબાઇ તેમજ 14 મીટર પહોળાઇ ધરાવતું આ બ્રિજ પર આંતરરાષ્ટ્રીય કક્ષા પ્રમાણે ડિઝાઇન થયેલી છે. અને લોકો સિંગાપુર માફક અમદાવાદમાં પણ નિહાળી શકશે તેમજ બ્રિજ પર આગામી દિવસે ખાણીપીણીની સ્ટોલ મૂકવાની પણ તૈયારી કરવામાં આવી રહ્યા છે

ટિકટ દર અંગે સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યુ હતુ કે બ્રિજની ક્ષમતા જોય તે અંગે ચર્ચા કરી ટિકિટ અંગે નિર્ણય લેવાશે ફ્રી આપવું એતો શક્ય નથી આમ નાના ગાર્ડનમાં જતા હોય છે ત્યારે ફી લાગે છે આતો જોવાલાયક સ્થળ છે કોઇ પણ માણસ આવી અહીયા 8 કલાક બેસી જાય એ પણ યોગ્ય નથી 8 કલાક અહીયા 500 લોકો આવીને બેસી ગયા તો શું કરીશું.