ફતેપુરા તાલુકાના પાટવેલ ગામે મન કી બાત કાર્યક્રમ ગુજરાત ભાજપા એસ-ટી મોરચાના ઉપ-પ્રમુખ ડો. અશ્વિનકુમાર પરગીના અધ્યક્ષસ્થાને તાલુકા પ્રમુખ રામાભાઇ પારગીના નિવાસસ્થાને યોજવામાં આવ્યો હતો.

જેમાં જિલ્લા મહિલા મોરચાના મંત્રી શારદાબેન કટારા, પૂંજાભાઈ ગરાસિયા, રમેશભાઈ પારગી, અન્ય મહાનુભાવો, કાર્યકરો, નવયુવાન મિત્રો, મહિલાઓ એ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો. ત્યારબાદ પેજસમિતિ ના કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. અને ટિફિન બેઠક પણ યોજાઈ હતી.