ડાયરેક્ટરેટ ન્યુદિલ્હીનાં આદેશ મુજબ "એક દિવસમાં એક કરોડ" સેવિંગ ખાતા ખોલવાના અભિયાનના અનુસંધાનમાં (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો- રાજ કાપડિયા- 9879106469) આજ રોજ તારીખ ૩૦.૦૧.૨૦૨૩ ના રોજ અધિક્ષક ડાકઘર પંચમહાલ વિભાગ ગોધરા દ્વારા માનનીય પોસ્ટમાસ્ટર જનરલ, સાઉથ ગુજરાત રીઝીયન, વડોદરા ના નેતૃત્વ હેઠળ સદાબા ફેડરેશન હોલ, ગોધરા ખાતે પોસ્ટ ઓફીસ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ જેવી કે સુકન્યા સમૃદ્ધિ ખાતા, પબ્લિક પ્રોવિડંડ એકાઉન્ટ સ્કીમ, રીકરીંગ ખાતા, ટાઇમ ડીપોઝીટ એકાઉન્ટ વિગેરે ના બહોળા પ્રચાર માટે મહામેળોનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પંચમહાલ ડીવીઝન ની સબ ઓફીસના પોસ્ટ માસ્ટર તેમજ બ્રાંચ પોસ્ટ ઓફીસ ના બ્રાંચ પોસ્ટ માસ્તર અને તમામ ઉપવીભાગીય ડાકઘર નિરીક્ષક સાથે ઉપસ્થિત રહી અધિવેશન ને સફળ બનાવ્યું. માનનીય શ્રીમતી પ્રીતી અગ્રવાલ, પોસ્ટમાસ્ટર જનરલ , સાઉથ ગુજરાત રીઝીયન દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માં એપ્રિલ-૨૦૨૨ થી અત્યાર સુધી જુદી જુદી કેટેગરી માં ઉત્તમ કામગીરી કરનાર પોસ્ટ માસ્ટર, સબ પોસ્ટ માસ્તર, બ્રાંચ પોસ્ટમાસ્ટર, પોસ્ટમેન અને માર્કેટિંગ એક્યુકેટીવ નું ઇનામ તેમજ પ્રસસ્તી પત્ર આપી સન્માન કરવામાં આવ્યું. અને સદર અધિવેશનના ભાગરૂપે પંચમહાલ વિભાગની ૫૨૬ બ્રાંચ પોસ્ટ ઓફીસ અને ૪૨ હેડ તેમજ સબ ઓફીસ દ્વારા દિન ૦૩ માં વિવિધ કેટેગરીનાં ૧૨૦૦૦ જેટલા ખાતા ખોલવામાં આવેલ છે. માનનીય શ્રીમતી પ્રીતી અગ્રવાલ, પોસ્ટમાસ્ટર જનરલ, સાઉથ ગુજરાત રીઝીયન, વડોદરા દ્વારા દરેક સ્ટાફ ને સારી કામગીરી બાબતે અભિનંદન પાઠવ્યા અને પોસ્ટ ઓફીસ ની વિવિધ સ્કીમ ને ગામડાના છેવાડાના માણસ સુધી કઈ રીતે પહોચાડી શકાય તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. માનનીય મેડમ દ્વારા દરેક સ્ટાફ ને પ્રોત્સાહિત કરી વધુ સારી કામગીરી કરી શકે તે માટે નવો જોમ અને જુસ્સો પૂરો પાડ્યો.