જુનિયર ક્લાર્ક પરીક્ષાનું પેપર લીક થતા નવ લાખ વિદ્યાર્થીઓની આશાઓ પર પાણી ફરી વળ્યા.

આજે લેવાનારી જુનિયર કલાર્કની પરીક્ષા રદ, પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની આજે યોજાનારી જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરાયા બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા નું પેપર ફૂટી જતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા,લુણાવાડા તેમજ ગોધરા બસસ્ટેશનમાં ભાજપ સરકાર વિરૂદ્ધ સૂત્રોચાર કરવામાં આવ્યા.

જુનિયર ક્લાર્ક ના પેપર ફૂટવાથી વિદ્યાર્થીઓને વળતર આપવામાં આવે અને આ પેપર ફોડવામાં જે પણ દોષિત છે તેને કડક સજા આપવામાં આવે તેવી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા  દ્વારા માંગણી કરવામાં આવી હતી.